રાધનપુર તાલુકાના એક ગામમાં ખેતરોમાં કામ કરતા યુવકે સાથે કામ કરતી સગીરા સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો. જે બાદ સગીરાની મરજી વિરુદ્ધ શારિરિક સંબંધ બાંધી સગીરાને ગર્ભવતી બનાવી હતી. જેથી સગીરાએ 8 માસે મૃત બાળકનો જન્મ આપ્યો હતો. જે બાળકને શાંતિધામમાં દફનાવવા
.
યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો આ સમગ્ર મામલાને વિગતવાર જોઈએ તો રાધનપુરના એક ગામમાં સાથે કામ કરતા એક યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ દરમિયાન યુવકે સગીરાની મરજી વિરૂદ્ધ તેની સાથે શારિરિક સંબંધ બાધ્યો હતો.
આરોપી યુવક
હોસ્પિટલમાં તપાસ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું ખુલ્યું બીજી તરફ સગીરાને એક દિવસ અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેણીએ સધળી હકીકત તેના પરિવારજનોને કરતાં સગીરાની માતાએ રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં લઈ જઈ તપાસ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપ્યો આઠ માસે સગીરાએ સરકારી હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો હતો. જે બાદ બાળકની અંતિમ વિધિ શાતિધામ ખાતે કરવામાં આવી હતી. સગીરાએ તેની મરજી વિરુદ્ધ કૃત્ય કરનાર યુવક સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતદેહના પૃથક્કરણની તજવીજ હાથ ધરી પોલીસ તપાસ દરમિયાન સગીરાએ જન્મ આપેલા મૃત બાળકને દાટી દેવામાં આવ્યું હોવાની જાણ થતાં પોલીસે એફ એસ એલની મદદથી રાધનપુરના શાતિધામ ખાતે દાટેલા બાળકના મૃતદેહને બહાર કાઢી પંચનામું કરી મૃતદેહના પૃથક્કરણની તજવીજ હાથ ધરી છે. રાધનપુર પંથકમાં બનેલી આ ચકચારી ઘટનાને પગલે સનસનાટી મચી ગઈ છે. આ મામલે તપાસ કરી રહેલા પી.આઇ.એમ.કે. ચૌધરીએ આ ગુનાના આરોપી અશોક ઠાકોરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.