વડીયા તાલુકાના જીથુડીમા રહેતો એક યુવક પોતાની કાર લઇને રાંઢીયા નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક રોઝડુ આડુ ઉતરતા કાર પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા યુવકનુ મોત નિપજયું હતુ.
.
વડીયાના જીથુડીમા રહેતા વનરાજભાઇ રામભાઇ આલ (ઉ.વ.27) નામનો યુવક પોતાની કાર નંબરજીજે 0 એલએસ 2122 લઇને ગઇકાલે સવારના સાડા છએક વાગ્યાના સમયે જીથુડીથી રાંઢીયા નજીક પસાર થઇ રહ્યો હતો ત્યારે કાચા માર્ગ પરથી એક રોઝડુ આડુ આવતા તેણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને પગલે કાર ઝાડ સાથે અથડાઇ પડી હતી. અકસ્માતમા વનરાજભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયું હતુ. બનાવ અંગે વાજસુરભાઇ રામભાઇ આલે અમરેલી તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ એફ.એમ.કથીરી ચલાવી રહ્યાં છે.