9 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે. તો માનવતસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઈટને રોકીને તપાસ હાથ ધરી હતી. જેમાં 96 ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, તેમાંથી 11 સગીર એવા છે જેમના માતા-પિતા તેમની સાથે નથી. UAEથી નિકારાગુઆ જઈ રહેલા એક પ્લેનને માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સમાં શુક્રવાર રાતથી રોકી દેવામાં આવ્યું છે. તેમાં 303 ભારતીયો છે. જે હાલ ફ્રાન્સની કસ્ટડીમાં છે.
તે જ સમયે ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, પ્લેનમાં સવાર મોટાભાગના ભારતીયો પંજાબ અને ગુજરાત રાજ્યોના હોવાનું કહેવાય છે. આ લોકો નિકારાગુઆથી અમેરિકામાં પ્રવેશવા માંગતા હતા. આજે તેઓ જજ સમક્ષ હાજર થશે. આ પછી નક્કી થશે કે તેને છોડવામાં કરવામાં આવશે કે તેની કસ્ટડી લંબાવવામાં આવશે.
આ અંગેનો રિપોર્ટ ભારત સરકારને મોકલવામાં આવ્યો છે. ફ્રાન્સના અખબાર લે મોન્ડેના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ ફ્રાન્સની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટ જુનાલ્કો કરી રહી છે. અત્યાર સુધીમાં 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્લેનમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભારત સરકારે આપ્યુ નિવેદન
ભારતીય યાત્રીઓને લઈ જતા પ્લેનને રોકવા મુદ્દે ભારત સરકારનું નિવેદન આપ્યુ છે. તો ફ્રાંસ સ્થિત ભારતીય અધિકારીઓ સાથે ભારત સંપર્કમાં હોવાનો દાવો છે. તો ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર ભારતીય દૂતાવાસની ટીમ પહોંચી છે. સમગ્ર સ્થિતિ પર અમારી સતત નજર છે તેવુ પણ જણાવ્યુ છે. તો માનવતસ્કરીના ષડયંત્ર પાછળ દિલ્લીના એજન્ટનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરી છે.
ભારતીય અધિકારીઓ દરરોજ એરપોર્ટ પર લોકોને મળે છે
ફ્રાન્સે એરપોર્ટ પર જ તમામ લોકો માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી છે. બાળકોના શિક્ષણ માટે એડ-હોક ટ્યુટર રાખવામાં આવ્યા છે. ભારતીય અધિકારીઓ દરરોજ તેમની સાથે અહીં મુલાકાત કરી રહ્યા છે. ફ્રાન્સમાં, વિદેશી નાગરિકોને 4 દિવસથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાતા નથી. આ માટે ન્યાયાધીશ પાસેથી મંજૂરી લેવી પડશે, જે તેમની કસ્ટડી 8 દિવસ વધારી શકે છે. જો કે, ગંભીર કેસોમાં અટકાયતની અવધિ 24 દિવસ સુધી લંબાવી શકાય છે.
તે જ સમયે, ફ્રાન્સે ફ્લાઇટનું સંચાલન કરતા ખાનગી જેટના ક્રૂ મેમ્બર્સની પણ પૂછપરછ કરી છે. આ પછી તેને મુક્ત કરવામાં આવ્યો છે. તેમાંથી કોઈની અટકાયત કરવામાં આવી નથી.
વિમાન દુબઈથી નિકારાગુઆ થઈને ફ્રાન્સ જઈ રહ્યું હતું.
તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફ્લાઇટ ઉડાન ભરી શકશે નહીં
પેરિસ પોલીસે પણ આ વિમાનને રોકવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી હતી. આ મુજબ એક ગુપ્ત માહિતી મળી હતી. ફ્રાન્સની પોલીસ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વિમાનને છોડશે નહીં.
પ્લેન દુબઈથી ટેકઓફ થયું હતું અને નિકારાગુઆના અમુક ભાગમાં લેન્ડ થવાનું હતું. હવે ફ્રેન્ચ ઈન્ટેલિજન્સ એજન્સી અને પોલીસ આ મામલે સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.
ખાનગી કંપનીનું ચાર્ટર એરક્રાફ્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ટી એરપોર્ટ પર પોલીસે જે વિમાનને રોક્યું હતું, તે રોમાનિયન ચાર્ટર કંપનીનું છે. ઇંધણ અને તકનીકી જાળવણી માટે તે વર્ટી એરપોર્ટ પર ઉતરવાનું પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હતું. લેન્ડિંગના થોડા સમય બાદ પોલીસના અનેક વાહનો આવ્યા અને વિમાનને જપ્ત કર્યું.
આ કેસની તપાસ ફ્રાન્સની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટને સોંપવામાં આવી છે. પોલીસ અનુસાર- આ A340 એરક્રાફ્ટ છે. રોમાનિયાની લિજેન્ડ એરલાઈન્સે આ પ્લેન કેટલાંક લોકો માટે બુક કરાવ્યું હતું. તપાસના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું – અમને શંકા છે કે આ ભારતીયોને મધ્ય અમેરિકામાં કોઈ જગ્યાએ લઈ જવાના હતા. એવું પણ શક્ય છે કે આમાંથી કેટલાક લોકો કેનેડા જવા માગે છે.
હાલ તમામ મુસાફરોને રિસેપ્શન હોલમાં રાખવામાં આવ્યા છે. પોલીસે કહ્યું- જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અમે તેમને વધુ સારી સુવિધા આપીશું.
સ્ત્રોત- યુએસ ગૃહ મંત્રાલય
ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા લગભગ 97 હજાર ભારતીયોની ધરપકડ કરવામાં આવી
ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશેલા લગભગ 97 હજાર ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આ ડેટા એક વર્ષનો છે, એટલે કે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023.
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ડેટા અનુસાર, ધરપકડ કરાયેલા 96,917 ભારતીયમાંથી 30,010 યુએસ-કેનેડા બોર્ડર પર પકડાયા હતા. એ જ સમયે યુએસ-મેક્સિકો બોર્ડર પાર કરતી વખતે 41,770 ભારતીયની ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકન સાંસદ જેમ્સ લેન્કફોર્ડે સંસદમાં કહ્યું- છેલ્લા એક વર્ષમાં લગભગ 45,000 ભારતીયે અમેરિકાની સાઉથ બોર્ડર ગેરકાયદે રીતે પાર કરી છે. આ ભારતીયો તેમના પોતાના દેશમાં – ભારતમાં ડર અનુભવે છે.