29 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ બુધવારે જણાવ્યું કે ઉત્તરી ચીનના એક નર્સિંગ હોમમાં આગ લાગવાથી 20 લોકોનાં મોત થઈ ગયા છે. જોકે, આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
રાતે 9 વાગ્યે આગ લાગી શિન્હુઆના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર 8 એપ્રિલે રાત્રે 9 વાગ્યે હેબેઈ પ્રાંતમાં ચેંગડે શહેર સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. નર્સિંગ હોમમાં આગ લાગ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ કુલ કેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાં તેની ચોક્કસ માહિતી સામે નથી આવી. જોકે, અત્યાર સુધી 20 લોકોના આગમાં બળીને મોત થયાની માહિતી સામે આવી છે.
આગ લાગવાનું કારણ તપાસવામાં આવશે આગના કારણની તપાસ હજુ ચાલી રહી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ આ સંપૂર્ણ સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને આ દુર્ઘટનાના કારણની પણ તપાસ કરવાની કોશિશ કરી રહ્યા છે.