ન્યૂયોર્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
- અમેરિકામાં 25 લાખ ભારતીય, ચીનથી પણ વધુ
અમેરિકાની 33.3 કરોડની વસ્તીમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. પ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર અમેરિકામાં પ્રવાસીઓની સંખ્યા 2023માં રેકોર્ડ 4.78 કરોડ સુધી પહોંચી હતી, જે 2022ની તુલનામાં 16 લાખ વધુ છે. જે USમાં 2000 બાદ સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ છે.
અમેરિકામાં 1970માં પઇમિગ્રન્ટ્સની સંખ્યા અમેરિકાની કુલ વસ્તીના માત્ર 4.7% હતી, જે આજથી લગભગ 3 ગણી ઓછી હતી. પરંતુ, બાદમાં અમેરિકન કોંગ્રેસ દ્વારા અમેરિકન ઇમિગ્રેશન નિયમોમાં ફેરફારને કારણે પ્રવાસી લોકોની સંખ્યા તેજીથી વધી છે. જે હવે 2023માં અમેરિકનોની કુલ વસ્તીના 14.3% થઇ ચૂકી છે એટલે કે અમેરિકામાં રહેતા 100 લોકોમાંથી 14 પ્રવાસી છે.
ઇમિગ્રન્ટ્સની સંખ્યા 1910 બાદ સર્વાધિક છે. અમેરિકાની વસ્તીમાં પ્રવાસીઓનો સર્વાધિક હિસ્સો 1890માં 17.8% હતો. પ્યૂ રિસર્ચ સેન્ટરે અમેરિકન કમ્યુનિટી સરવે-2023ની વસ્તીગણતરીના આંકડાઓના વિશ્લેષણના આધાર પર આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
USમાં એક ચતુર્થાંશ ઇમિગ્રન્ટ્સનો ગેરકાયદે વસવાટ
- 23% પ્રવાસી મેક્સિકોથી અમેરિકામાં સૌથી વધુ 1 કરોડ પ્રવાસી મેક્સિકોથી છે. જે કુલ પ્રવાસીઓના 23% છે. બીજા સ્થાને ભારતીય છે. અમેરિકામાં 28 લાખ ભારતવંશી છે જેમનો હિસ્સો 6% છે. 25 લાખ ચીની અમેરિકામાં રહે છે જે કુલ પ્રવાસીઓના 5% છે.
- 10 પ્રવાસીમાંથી 2 ગેરકાયદે રહે છે USમાં રહેતા પ્રવાસીઓની કાનૂની સ્થિતિ વિશે વાત કરીએ તો અંદાજે 77% લોકો જ કાયદેસર રહે છે જ્યારે 23% લોકો ગેરકાયદે અથવા દસ્તાવેજો વગર રહે છે. દર વર્ષે હજારો લોકો સીમા પાર કરીને ગેરકાયદે રીતે અમેરિકામાં આવે છે.
4 રાજ્યોમાં સૌથી વધુ પ્રવાસી, કેલિફોર્નિયામાં સર્વાધિક 4.61 કરોડ ઇમિગ્રન્ટ્સમાંથી મહત્તમ અમેરિકાનાં 4 રાજ્યોમાં રહે છે. કેલિફોર્નિયામાં 1.1 કરોડ, ટેક્સાસમાં 52 લાખ, ફ્લોરિડામાં 48 લાખ અને ન્યૂયોર્કમાં 45 લાખ.
- 63% પ્રવાસી માત્ર 20 પ્રમુખ શહેરોમાં રહે છે. સૌથી વધુ વસ્તી ન્યૂયોર્ક, લોસ એન્જલસ અને મિયામીમાં છે.
- 2022માં 3 કરોડથી વધુ પ્રવાસી અમેરિકન વર્કફોર્સમાં હતા. તેમાંથી 2.2 કરોડ કાયદેસર પ્રવાસી અને 83 લાખ પ્રવાસી ગેરકાયદે રીતે કામ કરે છે.
- અમેરિકામાં આવતા 25 વર્ષથી વધુ વયના 35% પ્રવાસી સ્નાતક અથવા તેનાથી વધુ ભણેલા છે,