40 મિનિટ પેહલા
- કૉપી લિંક
જાપાનના દક્ષિણપશ્ચિમ ભાગમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે ત્યાંની લગભગ 12 કરોડની વસતિ જોખમમાં મુકાઈ ગઈ હતી.
જાપાનની સ્થાનિક હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે સોમવારે દક્ષિણપશ્ચિમ જાપાનમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે મિયાઝાકી અને કોચી પ્રીફેક્ચરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. સ્થાનિક સમય મુજબ રાત્રે 9:19 વાગ્યે, જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે મિયાઝાકી પ્રીફેક્ચરના કેટલાક ભાગોમાં ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા જાપાની સિસ્મિક સ્કેલ 7 હતી .