કીવ / મોસ્કો3 કલાક પેહલા
- કૉપી લિંક
- ક્રીમિયામાં નૌસેના બેઝ પર હુમલો
યુક્રેને ક્રીમિયામાં રશિયન નૌસેનાના ડ્રોન કેરિયર જહાજ નોવોચેર્કસ્કને હવાઇ હુમલો કરીને નષ્ટ કરી દીધું છે. રશિયાએ આ યુદ્ધજહાજ મારફતે ઇરાની વિસ્ફોટક ડ્રોનથી યુક્રેન પર હવાઇ હુમલા કર્યા હતા.આ હુમલો કાળા દરિયામાં સ્થિત ફિયોડોશિયામાં રશિયન નૌસેનિક સ્થળ પર કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. નોવોચેર્કસ્ક રોપુચા ક્લાસ લેન્ડિંગ જહાજ તરીકે ઓળખાય છે જે 369 ફૂટની લંબાઇ ધરાવે છે. સાથે સાથે આ જહાજ 3450 ટન વજન લઇ જવામાં સક્ષમ છે.
સેનામાં ભરતીની વય યુક્રેને ઘટાડી
સૈનિક સંકટથી પરેશાન યુક્રેને સેનામાં ભરતીની વયને ઘટાડી દેવાનો નિર્ણય કર્યો છે. યુક્રેનની સંસદમાં ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સેનામાં સામેલ થવા માટે નક્કી કરવામાં આવેલી વયને 27 વર્ષથી ઘટાડીને 25 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ પાસ થયા બાદ પાંચ લાખથી વધારે યુક્રેની જવાનો મળી શકશે.