1 કલાક પેહલા
- કૉપી લિંક
આરોપીએ 2002થી 2022 દરમિયાન જાતીય અપરાધોની આ ઘટનાઓને અંજામ આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયામાં 60 બાળકીઓના જાતીય શોષણ, બળાત્કાર અને દુર્વ્યવહારના મામલામાં એક ચાઈલ્ડ કેર વર્કરે આરોપો સ્વીકારી લીધા છે. આરોપીનું નામ એશ્લે પોલ ગ્રિફિથ છે, તેણે ચાઈલ્ડ કેરમાં કામ કરતી વખતે આ ગુનાઓને અંજામ આપ્યો હતો.
ગ્રિફિથની સામે બ્રિસ્બેન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 300થી વધુ કેસોની સુનાવણી ચાલી રહી હતી. ગ્રિફિથે 2003થી 2022 દરમિયાન બ્રિસ્બેન અને ઇટાલીની ટ્રેનિંગ સ્કૂલોમાં ગુના કર્યા હતા. સોમવારે સુનાવણી દરમિયાન જિલ્લા ન્યાયાધીશે એશ્લે સામેના આરોપો વાંચવામાં 2 કલાકથી વધુ સમય લીધો હતો.
સુનાવણી દરમિયાન પીડિત બાળકોના માતા-પિતા અને પરિવારના સભ્યો પણ કોર્ટ રૂમમાં હાજર હતા.
ઓસ્ટ્રેલિયન ઈતિહાસનો સૌથી મોટો પીડોફાઈલ ગ્રિફિથ
ઓસ્ટ્રેલિયન પોલીસે 2022માં 60 બાળકીઓનું યૌન શોષણ કરવા બદલ ગ્રિફિથની ધરપકડ કરી હતી. ગયા વર્ષે પોલીસે તેની સામેના આરોપોને લોકો સમક્ષ રજૂ કર્યા હતા. 46 વર્ષીય ગ્રિફિથ ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સૌથી વધુ પીડોફાઇલ(બાળકો સાથે જાતિય શોષણ કરનાર) દોષિત છે.
ગ્રિફિથ વિરુદ્ધ પોલીસે 2023માં 91 બાળકો વિરુદ્ધ ગુનાના 1691 મામલામાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં ચાર્જની સંખ્યા ઘટાડીને 307 કરવામાં આવી હતી. આ પછી ગ્રિફિથને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જેમાં અભદ્ર વર્તનના 190 કેસ, બળાત્કારના 28 કેસ, બાળ શોષણ સામગ્રી બનાવવાના 67 કેસ, ઓસ્ટ્રેલિયાની બહાર બાળ શોષણ સામગ્રી બનાવવાના 4 કેસ, એક બાળક સાથે વારંવાર જાતીય સંબંધ બનાવવાના 15 કેસ અને અન્ય કેસનો સમાવેશ થાય છે.
ગ્રિફિથ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. તેને ટૂંક સમયમાં સજા સંભળાવવામાં આવશે. સજા સંભળાવવામાં 2 દિવસનો સમય લાગી શકે છે.
બાળકોના નામ સાંભળતા જ રડવા લાગ્યા પરિવારજનો
ઓસ્ટ્રેલિયન સ્ટેટ મીડિયા એબીસી ન્યૂઝ અનુસાર, કોર્ટ રૂમમાં સુનાવણી દરમિયાન જ્યારે પીડિત બાળકોના નામ લેવામાં આવ્યા, ત્યારે તેમના માતા-પિતા રડવા લાગ્યા. એક પીડિત છોકરીના પિતાએ એબીસી સાથે વાત કરતાં તેમની પુત્રી સાથે બનેલી ઘટનાને અત્યંત ભયાનક ગણાવી હતી.
તેમણે કહ્યું કે જ્યારે પોલીસે તેમનો સંપર્ક કર્યો, ત્યારે તેમને લાગ્યું કે તેઓ ડેકેર સેન્ટરમાં બનેલી બીજી ઘટના વિશે તેમનો સંપર્ક કરી રહ્યાં છે. પરંતુ તેના બદલે પોલીસે તેમને ફોટા પરથી તેમના બાળકને ઓળખવા કહ્યું..
બાળકની માતાએ કહ્યું કે જ્યારે પણ અમે કોઈ બાળકને ચાઈલ્ડ કેર માટે જતા જોઈએ છીએ ત્યારે અમને અમારા બાળક સાથે બનેલી ઘટના યાદ આવે છે.