ઢાકા47 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોલીસે જણાવ્યું કે તાંતીબજારના પંડાલ નંબર 7 પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.
શુક્રવારે રાત્રે બાંગ્લાદેશના ઢાકાના તાંતીબજારમાં દુર્ગા પંડાલમાં એક વ્યક્તિએ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો, જો કે બોમ્બ ફૂટ્યો નહોતો. પંડાલની સુરક્ષા કરતા લોકોએ બોમ્બ ફેંકનાર વ્યક્તિને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે અન્ય કેટલાક લોકો આગળ આવ્યા અને 5 લોકો પર છરીથી હુમલો કર્યો હતો.
બોમ્બ ફેંકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વિવાદ વધતાં કોટ્યાલી પોલીસે કહ્યું કે આ મામલો ચોરીની ઘટના સાથે સંબંધિત છે. અહીં બોમ્બ ફેંકવા જેવું કંઈ થયું નથી.
કોટ્યાલી પોલીસ સ્ટેશનના ઓસી ઈનામુલ હસને જણાવ્યું કે કેટલાક ચોરોએ રાત્રે લગભગ 8 વાગે પંડાલમાં એક મહિલાની ચેઈન ઝૂંટવી હતી. જ્યારે ત્યાં હાજર લોકોએ ચોરોને રોક્યો તો તેઓએ 5 લોકો પર છરીથી હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે હુમલાખોરોએ એક બોટલ પણ ફેંકી હતી, પરંતુ તે ફૂટી ન હતી.
આ દરમિયાન, મેટ્રોપોલિટન ડિટેક્ટીવ પોલીસના વડા રેઝાઉલ કરીમ મલિકે સ્વીકાર્યું કે બોટલમાં કેરોસીન હતું. તેમણે કહ્યું- ઘટના તાંતીબજારના મંડપ નંબર 17માં બની હતી. મંડપમાં ચોરીની ઘટના બની હતી, ત્યારબાદ છરીથી હુમલામાં 5 લોકો ઘાયલ થયા હતા, પરંતુ આ દરમિયાન એક બોટલ પણ ફેંકવામાં આવી હતી. બોમ્બ સ્કવોડ ટીમે જણાવ્યું કે બોટલમાં કેરોસીન હતું.

હુમલાખોરોએ બોટલમાં કેરોસીન ભરીને પેટ્રોલ બોમ્બ બનાવ્યો હતો.
અત્યાર સુધીમાં 3ની ધરપકડ
પોલીસે જણાવ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ આકાશ (23), હૃદોય (23) અને જીબન (19) તરીકે થઈ છે. ચાકુથી ઘાયલ થયેલા લોકોની ઓળખ ઝંટુ (45), મોહમ્મદ સાગર (38), મોહમ્મદ ખોકોન (35) અને બ્રિટો (26) તરીકે થઈ છે. ઘાયલ પાંચમા વ્યક્તિની હજુ ઓળખ થઈ નથી. આ તમામની ઢાકાની મિડફોર્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે પહેલા કહ્યું હતું- પેટ્રોલ બોમ્બ હતો તો કેમ ના ધ઼ડાકો થયો?
પોલીસે અગાઉ કહ્યું હતું કે જો બોટલને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તો તે કેમ ધડાકો થયો નહીં. પોલીસે કબૂલ્યું હતું કે બોટલમાં પ્રવાહી હતું, પરંતુ તે બોટલ લોકોને ડરાવવા માટે ફેંકવામાં આવી હતી. ચોરો ઇચ્છતા હતા કે લોકો ડરી જાય અને તેમના ડરનો ફાયદો ઉઠાવીને ભાગી જાય.
ગઈકાલે બાંગ્લાદેશના જેશોરેશ્વરી મંદિરમાંથી મા દુર્ગાનો મુગટ ચોરાઈ ગયો હતો, પીએમએ અર્પણ કર્યો હતો

બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદી જેશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા કરી રહ્યા છે. ફાઇલ ફોટો
બાંગ્લાદેશના જેશોરેશ્વરી મંદિરમાંથી મા કાલીનો મુગટ ચોરાઈ ગયો છે. તે સોનાનો ઢોળ ચડાવેલો ચાંદીનો મુગટ છે. આ ઘટનાના CCTV ફૂટેજ 11 ઓક્ટોબરના રોજ સામે આવ્યા હતા. PM મોદીએ 2021માં બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન જેશોરેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મંદિરમાં આ મુગટ અર્પણ કર્યો હતો. મોદીની આ મુલાકાત કોવિડ-19 પછી કોઈપણ દેશની પ્રથમ મુલાકાત હતી.