10 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકામાં નવી સરકાર બની ગઈ છે, પરંતુ ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. રવિવારે અલાબામાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ભયંકર ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 16 લોકો ઘાયલ થયા હતા. શૂટરની ધરપકડ કરવામાં આવી છે. અલાબામ કાયદા અમલીકરણ એજન્સીએ કહ્યું કે, મોન્ટગોમરીના જેક્વેઝ માયરિક(25)ને પરિસરમાં ગોળીબાર કર્યા બાદ કેમ્પસની બહારથી જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની પાસે મશીનગન સાથે એક હેન્ડગન મળી આવી છે.
એજન્સીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માયરિક ઉપર મશીનગન રાખવાનો ગંભીર આરોપ છે. તે બ્લેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે કે નહીં તે જણાવવામાં આવ્યું નથી, જ્યાં રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો. અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનાર 18 વર્ષનો યુવક યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો નહીં, પરંતુ ઘાયલોમાં અનેક વિદ્યાર્થી યુનિવર્સિટીનાં જ હતા.
16 લોકો ગોળીબારમાં ઘાયલ થયા રાજ્યની એજન્સીએ અગાઉ કહ્યું હતું કે 12 લોકો ગોળીબારનો ભોગ બન્યા હતા, અને અન્ય ચાર ઘાયલ થયા હતા. એફબીઆઈ તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે તેઓ લોકો પાસેથી માહિતી એકઠી કરી રહ્યા છે. જેના માટે તેમણે ઘટના સ્થળના વીડિયો અપલોડ કરવા માટે એક ઓનલાઇન સાઇટ બનાવી છે. ટસ્કેગી યુનિવર્સિટીએ ઘોષણા કરી છે કે આજે બધા જ ક્લાસ બંધ રહેશે.
બૈપટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં સારવાર યુનિવર્સિટીએ એક નિવેદનમાં કહ્યું, પીડિતાના માતા-પિતાને જાણકારી આપવામાં આવી છે. અનેક ઘાયલોની સારવાર ઓપેલિકાના ઈસ્ટ અલબામા મેડિકલ સેન્ટર અને મોન્ટગોમરીના બેપટિસ્ટ સાઉથ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. મેકોન કાઉન્ટીના કોરોનર હૈલ બેન્ટલે રવિવારે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે મોન્ટગોમરીમાં રાજ્યના ફોરેન્સિક સેન્ટરમાં 18 વર્ષીય યુવકના મૃતદેહનું PM થશે.
વિદ્યાર્થીનીના પેટમાં ગોળી વાગી ટસ્કેગી શહેરના પોલીસ વડા પેટ્રિક માર્ડિસે જણાવ્યું હતું કે ઘાયલોમાં એક મહિલા વિદ્યાર્થીનીનો સમાવેશ થાય છે જેને પેટમાં ગોળી વાગી હતી અને એક પુરુષ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે જેને હાથમાં ગોળી વાગી હતી. માર્ડિસે જણાવ્યું હતું કે જ્યારે અધિકારીઓને વેસ્ટ કોમન્સમાં યુનિવર્સિટીના કેમ્પસ એપાર્ટમેન્ટ્સમાં ગોળીબાર અંગે ફોન આવ્યો ત્યારે શહેર પોલીસ કેમ્પસની બહાર ગોળીબારીનો જવાબ આપી રહી હતી.