32 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અમેરિકન પ્રવાસના બીજા દિવસે રવિવારે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા હતા. ન્યૂયોર્કમાં નાસાઉ વેટરન્સ કોલેજિયમ પહોંચ્યા બાદ હજારો લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ પછી અમેરિકાનું રાષ્ટ્રગીત અને પછી ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.
અહીં વડાપ્રધાન મોદીએ AIની નવી વ્યાખ્યા આપી. તેમણે કહ્યું, “એક AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એક AI એટલે અમેરિકન ઇન્ડિયન.” અમે ફૂલની પાંચ પાંખડીઓ (PUSHP) ને જોડીને વિકસિત ભારતનું નિર્માણ કરીશું. ત્યારબાદ પીએમ મોદીએ તેનો અર્થ પણ સમજાવ્યો. તથા 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે શક્ય તમામ પ્રયાસો કરવા અંગે પણ જણાવ્યું. તો આવો જાણીએ મોદી પોતાના સંબોધન દરમિયાન ક્યા મહત્વના મુદ્દાઓ વિશે બોલ્યા.
સંબોધન બાદ મોદી લોકો વચ્ચે પહોંચ્યા
2036 ઓલિમ્પિક્સની યજમાની માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ આગામી ઓલિમ્પિક્સ યુએસએમાં છે. ટૂંક સમયમાં આપણે ભારતમાં પણ ઓલિમ્પિકના સાક્ષી બનીશું. અમે 2036 ઓલિમ્પિક્સની યજમાની માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. રમતગમત હોય, વેપાર હોય કે મનોરંજન હોય, ભારત આકર્ષણનું કેન્દ્ર છે. IPL વિશ્વની ટોચની લીગમાં સામેલ છે. ફિલ્મો ધૂમ મચાવી રહી છે. વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રે પણ ભારતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. વિશ્વના વિવિધ દેશોમાં ભારતીય તહેવારો ઉજવવાની સ્પર્ધા છે. નવરાત્રી માટે ગરબા શીખી રહ્યા છે. આ ભારત પ્રત્યેનો પ્રેમ છે. તમને એક વાત જાણીને આનંદ થશે કે ગઈકાલે જ અમેરિકાએ આપણી લગભગ 300 જેટલી જૂની શિલાલેખ મૂર્તિઓ પરત કરી છે. અત્યાર સુધીમાં અમેરિકાએ આવી 500 હેરિટેજ ધરોહર ભારતને પરત કરી છે. આ કોઈ નાની વસ્તુ પરત કરવાની વાત નથી. આ આપણા હજારો વર્ષોના વારસાનું સન્માન છે. માત્ર ભારતનું જ સન્માન નથી પરંતુ તમારું પણ સન્માન છે. ભારત-અમેરિકા ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. અમારી ભાગીદારી ગ્લોબલ ગુડ માટે છે.
અમેરિકામાં પણ મેડ ઇન ઇન્ડિયા ચિપ જોશો ગત વર્ષે જૂનમાં ભારતે સેમી-કન્ડક્ટર સેક્ટર માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. તેના થોડા મહિના પછી માઈક્રોનના પ્રથમ સેમી-કન્ડક્ટર યુનિટનો શિલાન્યાસ પણ થઇ ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં આવા પાંચ એકમોને મંજૂરી આપવામાં આવી છે. તે દિવસ દૂર નથી જ્યારે તમે અહીં અમેરિકામાં પણ મેડ ઇન ઇન્ડિયા ચિપ જોશો. આ નાની ચિપ વિકસિત ભારતની ઉડાનને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને આ મોદીની ગેરંટી છે.
ભારત ‘મેડ ઇન ઇન્ડિયા’ 6G પર કામ કરી રહ્યું છે હવે ભારત પાછળ નથી રહેતું, નવી સિસ્ટમ બનાવે છે અને આગળ વધે છે. ભારતે દુનિયાને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)નો નવો કોન્સેપ્ટ આપ્યો છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે ભારતનું 5જી માર્કેટ અમેરિકા કરતા પણ મોટું થઈ ગયું છે અને આ માત્ર બે વર્ષમાં જ થયું છે. હવે ભારત ‘મેડ ઇન ઇન્ડિયા’ 6G પર કામ કરી રહ્યું છે.
ભારત હવે પાછળ નથી ચાલતું, પરંતુ નેતૃત્વ કરે છે અમે દરેક ક્ષેત્રને આગળ લઈ જવા માટે નીતિઓ બનાવી, અમે સસ્તા ડેટા પર કામ કર્યું. આજે વિશ્વની દરેક મોટી મોબાઈલ બ્રાન્ડ ભારતમાં બને છે. આજે ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક છે. એક સમય હતો જ્યારે આપણે મોબાઈલ આયાત કરતા હતા, આજે આપણે મોબાઈલની નિકાસ કરીએ છીએ. આજે ભારત પાછળ નથી રહ્યું, આજે ભારત આગળ છે, નવી વ્યવસ્થા બનાવે છે. ભારતે વિશ્વને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખ્યાલ આપ્યો. ભારતનું UPI સમગ્ર વિશ્વને આકર્ષી રહ્યું છે. તમારા ખિસ્સામાં વોલેટ છે પણ ભારતમાં લોકો પાસે ઈ-વોલેટ છે. ભારતના લોકો પાસે ડિજી લોકર છે. ભારત હવે રોકાશે નહી અટકશે નહીં. માત્ર એક દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા જે કામમાં પહેલા વર્ષો લાગતા હતા તે હવે મહિનાઓમાં પૂર્ણ થઈ રહ્યું છે. આજે ભારતના લોકોમાં આત્મવિશ્વાસ અને દૃઢ સંકલ્પ છે, મંઝિલ સુધી પહોંચવાનો ઈરાદો છે, ભારતમાં વિકાસ એ એક પીપલ્સ મુમેન્ટ બની ગઇ છે. ભારત તકોની ભૂમિ છે, હવે ભારત તકોની રાહ જોતું નથી પરંતુ તેને સર્જે છે. છેલ્લા 10 વર્ષોમાં ભારતમાં દરેક ક્ષેત્રમાં તકોના નવા લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યા છે. માત્ર એક દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આવું એટલા માટે થયું કારણ કે અમે અમારી જૂની વિચારસરણી બદલી છે. અમે ગરીબોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
ભારતના લોકો ક્વોલિટી લાઇફ ઇચ્છે છે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં કરોડો લોકોને વીજળી કનેક્શન મળ્યા છે, કરોડો શૌચાલય બનાવાયા છે, આવા કરોડો લોકોને હવે ક્વોલિટી લાઇફ મળી છે, હવે ભારતના લોકો માત્ર રેલ કનેક્ટિવિટી જ નહીં, પરંતુ ભારતનું દરેક શહેર મેટ્રોની અપેક્ષા રાખે છે, દેશના દરેક નાગરિક અને ગામડા-શહેરોને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તેવી ઈચ્છા છે. 2014માં ભારતના માત્ર 5 શહેરોમાં મેટ્રો હતી, આજે 23 શહેરોમાં મેટ્રો છે, આજે ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મેટ્રો નેટવર્ક ધરાવે છે. 2014માં ભારતના 70 શહેરોમાં એરપોર્ટ હતા અને આજે 140થી વધુ શહેરોમાં એરપોર્ટ છે, 2014માં 100થી ઓછી ગ્રામ પંચાયતો પાસે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી હતી, આજે 2 લાખથી વધુ પંચાયતો પાસે આ સુવિધા છે.
‘નિયતિ મને રાજકારણમાં લઈ ગઈ’ મારા જીવનનો એક એવો ભાગ હતો જેમાં હું ઘણા વર્ષો સુધી દેશમાં ભટકતો રહ્યો. જ્યાં ખાવા મળ્યું ત્યાં જ ખાધું, જ્યાં સુવા મળ્યું ત્યાં સૂઈ ગયો. એક સમય એવો પણ હતો જ્યારે મેં કંઈક બીજું કરવાનું નક્કી કર્યું હતું પણ નિયતિ મને રાજકારણમાં લઈ ગઈ. ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ હું સીએમ બનીશ, જ્યારે હું સીએમ બન્યો ત્યારે હું સૌથી વધુ સમય સુધી સેવા આપનાર સીએમ બન્યો. 13 વર્ષ સુધી સીએમ રહ્યો, પછી લોકોએ પ્રમોશન આપીને પીએમ બનાવ્યો. લોકોએ મને ખૂબ વિશ્વાસ સાથે ત્રીજી ટર્મ સોંપી છે. હું ત્રણ ગણી જવાબદારી સાથે આગળ વધી રહ્યો છું. આજે ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે, ભારત ઊર્જાથી ભરપૂર છે. સપનાઓથી ભરપૂર. દરરોજ નવા રેકોર્ડ અને નવા સમાચારો છે. આજે જ સારા સમાચાર મળ્યા છે, ભારતને પુરૂષ અને મહિલા ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મળ્યો છે.
‘અમારી સરકાર ત્રીજી વખત સત્તામાં આવી આવી છે’ અમારે ત્રીજા કાર્યકાળમાં મોટા લક્ષ્યો હાંસલ કરવા છે. આપણે ત્રણ ગણી તાકાત અને ત્રણ ગણી ઝડપ સાથે આગળ વધવાનું છે. હું ભારતનો પ્રથમ વડાપ્રધાન છું, જેનો જન્મ આઝાદી પછી થયો હતો. તેમણે કહ્યું કે મરવું એ આપણું નસીબ નથી, જીવવું એ આપણું નસીબ છે. મારું મન અને મિશન પહેલા દિવસથી જ સ્પષ્ટ છે. હું સ્વરાજ માટે મારો જીવ ન આપી શક્યો, પણ સ્વરાજ અને સમૃદ્ધ ભારત માટે બધું જ આપવાનું નક્કી કર્યું. અમે ફૂલની પાંચ પાંખડીઓ (PUSHP) ને જોડીને વિકસિત ભારતનું નિર્માણ કરીશું. ત્યારબાદ પીએમ મોદીએ તેનો અર્થ પણ સમજાવ્યો.
P ફોર પ્રોગ્રેસિવ ભારત U ફોર અનસ્ટોપેબલ ભારત S ફોર સ્પિરિચ્યુઅલ ભારત H ફોર હ્યુમિનિટી ફર્સ્ટને સમર્પિત ભારત P ફોર પ્રોસ્પરસ ભારત
ભારતમાં ઈતિહાસની સૌથી મોટી ચૂંટણી થઈ 2024નું આ વર્ષ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. એક તરફ વિશ્વના અનેક દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે તો બીજી તરફ અનેક દેશોમાં લોકશાહીની ઉજવણી થઈ રહી છે. ભારત અને અમેરિકા લોકશાહીના ઉત્સવમાં સાથે છે. અમેરિકામાં ચૂંટણીઓ યોજાવાની છે, ભારતમાં ચૂંટણી થઈ ચૂકી છે. ભારતમાં યોજાયેલી આ ચૂંટણી માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણી હતી. તમે કલ્પના કરી શકો છો કે, અમેરિકાની કુલ વસ્તી કરતા બમણા મતદારો, સમગ્ર યુરોપની કુલ વસ્તી કરતા વધુ મતદારો. આના કરતા વધુ લોકોએ ભારતમાં મતદાન કર્યું. જ્યારે આપણે ભારતની લોકશાહીના માપદંડને જોઈએ છીએ, ત્યારે આપણને વધુ ગર્વની લાગણી થાય છે.
દુનિયામાં જ્યાં પણ જાઉં, ત્યાં પ્રવાસી ભારતીયોના વખાણ સાંભળું છું હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું ત્યાં દરેક નેતા પાસેથી પ્રવાસી ભારતીયની પ્રશંસા સાંભળું છું. ગઈકાલે જ બાઇડન મને ડેલવેરમાં તેમના ઘરે લઈ ગયા હતા. તેમની આત્મીયતા, તેમની હૂંફ મારા માટે હૃદયસ્પર્શી ક્ષણ હતી. આ સન્માન 140 કરોડ ભારતીયોનું છે. આ સન્માન તમારું છે. તે તમારા પ્રયત્નોને કારણે છે. આ સન્માન અહીં રહેતા લાખો ભારતીયોનું છે.
AI એટલે અમેરિકન ઇન્ડિયન દુનિયા માટે AIનો મતલબ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે, પરંતુ તે અમેરિકન અને ઇન્ડિયન છે. આ દુનિયાનો નવો AI પાવર છે. ભારત-અમેરિકા સંબંધોને નવી ઉંચાઇ આપી રહ્યા છે.
‘ભાષાઓ અનેક, પરંતુ લાગણી એક ભારત માતાએ અમને જે શીખવ્યું તે અમે ક્યારેય ભૂલી શકતા નથી, અમે જ્યાં પણ જઈએ છીએ, અમે દરેકને પરિવાર માનીએ છીએ અને તેમની સાથે મળીએ છીએ. વિવિધતાને સમજવી, તેને જીવવી અને તેને આપણા જીવનમાં અમલમાં મૂકવી એ આપણા મૂલ્યોમાં છે, આપણી નસોમાં છે. આપણે એવા દેશના રહેવાસી છીએ કે જ્યાં સેંકડો ભાષાઓ, સેંકડો બોલીઓ, વિશ્વના તમામ ધર્મો અને સંપ્રદાયો છે, તેમ છતાં આપણે એક વધુ ઉમદા વ્યક્તિ તરીકે આગળ વધી રહ્યા છીએ. આ હોલમાં કોઈ તમિલ, કોઈ તેલુગુ, કોઈ મલયાલમ, કોઈ કન્નડ, કોઈ પંજાબી, કોઈ મરાઠી અને કોઈ ગુજરાતી બોલે છે. ઘણી ભાષાઓ છે, પરંતુ લાગણી એક છે. એ લાગણી છે ભારત માતા કી જય.
તમે સાત સમંદર પાર ભારતની વધુ નજીક છો તમે અમેરિકાને ભારત અને ભારતને અમેરિકા સાથે જોડ્યું છે. તમારી કુશળતા, તમારી પ્રતિભા, તમારી પ્રતિબદ્ધતા, તેની સાથે કોઈ મેળ નથી. તમે ભલે સાત સમંદર પાર આવ્યા હશો, પરંતુ કોઈ દરિયો એટલો ઊંડો નથી કે તે તમારા હૃદયના ઊંડાણમાં વસેલા ભારતને તમારાથી છીનવી શકે.
પ્રવાસી ભારતીય ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર હું હંમેશા મારા સાથીઓ વચ્ચે તમારી ક્ષમતાઓને સમજ્યો છું. જ્યારે હું કોઈ સરકારી હોદ્દો ધરાવતો ન હતો ત્યારે પણ હું તેને સમજતો હતો અને આજે પણ સમજું છું. તમે બધા હંમેશા મારા માટે ભારતના સૌથી મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છો. એટલા માટે હું તમને બધાને નેશનલ એમ્બેસેડર કહું છું.
અમેરિકામાં આદિત્ય ગઢવીનું ગોતી લો… ગોતી લો… ગુજરાતના લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવીએ નાસાઉ કોલેજિયમમાં લોકોને ગરબાના તાલે ઝૂમાવ્યા હતા. જ્યાં તેમને ગોતી લો…ગોતી લો…ગીત ગાતા લોકો ઝૂમી ઉઠ્યા હતા.
નાસાઉ કોલેજિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમથી શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમો નાસાઉ કોલેજિયમમાં શરૂ થયા હતા. અહીં અલગ-અલગ કલાકારોએ પર્ફોમ કરી લોકોનું મનોરંજન કર્યું હતું.