- Gujarati News
- International
- American Women’s Unwavering Love For Pop Singer Taylor Swift Has Now Become A Reason For Divorce, Husbands Said She Provokes Their Wives
ન્યૂયોર્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
- ટેલરના ગીતો મહિલાઓના જુસ્સાને પ્રેરિત કરે છે, તેઓ ગાયિકા અંગેની કોઈ ટીકાને સહન કરતી નથી
સામાન્ય રીતે તો છૂટાછેડાના મુખ્ય કારણોમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ન બેસવો, દહેજ અથવા પાર્ટનરમાં કોઈ એક તરફથી વિશ્વાસઘાત રહે છે. પરંતુ અમેરિકામાં આ દિવસોમાં એક અનોખું કારણ સામે આવી રહ્યું છે… અમેરિકન પોપ ગાયિકા ટેલર સ્વિફ્ટ પ્રત્યે પત્નીઓનો લગાવ વધી રહ્યો છે. પુરુષોને તેમની પત્નીનો આ અતૂટ પ્રેમ પસંદ નથી. પતિ-પત્ની વચ્ચે પોપ સિંગરને લઈને એ હદે મતભેદ સર્જાય છે કે વાત ઝઘડાથી લઈને છૂટાછેડા સુધી પહોંચી જાય છે.
એરિઝોના લેખક ક્રિસ્ટિન કોલિન્સ(41) કહે છે કે તેના ભૂતપૂર્વ પતિ ટેલર સાથેના તેના લગાવને સહન કરી શકતા ન હતા, પરિણામે તેઓ અલગ થઈ ગયા હતા. ક્રિસ્ટિનના પૂર્વ પતિ સંગીતકાર છે અને તે ઘણીવાર ટેલરની ખરાબ વાત કરતા હતા. જે અંગે ઘણીવાર બોલાચાલી થતી હતી. કોલિન્સને નૈતિક સમર્થન માટે ટેલરના ગીતો તરફ વળ્યા હતા. આ ગીતોએ તેમને છૂટાછેડાનો નિર્ણય લેવામાં મદદ કરી હતી. છૂટાછેડા પછી કોલિન્સે સ્વિફ્ટના કેટલાક કોન્સર્ટમાં હાજરી આપી હતી.
વેડિંગ એસેસરીઝ બિઝનેસમેન સારા (32) કહે છે કે 9 વર્ષ તેઓ સાથે હતા, તેના પતિએ તેને ક્યારેય ટેલરના ગીતો સાંભળવા દીધા ન હતા. જ્યારે પણ સારા કારમાં તેની દીકરીઓને ટેલરના ગીતો સંભાળવતી હતી ત્યારે તેનો પતિ ગુસ્સે થઈ જતો અને કહેતો કે આ દીકરીઓ માટે સારું નથી. ટેલર સાથેના સંબંધને કારણે સારાને શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. તેણે સંબંધ તોડી નાખ્યો હતો. યોગાનુયોગ એ જ દિવસે ટેલરનું ગીત ‘યુ આર લૂઝિંગ મી’ રિલીઝ થયું હતું. છૂટાછેડાની ખુશીમાં તેણે ટેલરના ટૂરમાં સામેલ થઈને ઉજવણી કરી હતી.
પતિએ સંગીતને અલવિદા કહ્યું: એક સંગીતકાર સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ શેર કરે છે. તેણે લખ્યું છે કે ટેલર તેની પત્ની પર એક જૂનૂનની જેમ પ્રભુત્વ ધરાવે છે. તાજેતરમાં જ્યારે પત્નીને પૂછવામાં આવ્યું કે તે પત્ની અથવા ટેલરમાંથી કોનું એલ્બમને પ્રાથમિકતા આપશે ત્યારે પત્નીએ ટેલરને મહત્ત્વ આપ્યું હતું.
ટેલરના ગીતો લાગણીઓને વ્યક્ત કરવાની શક્તિ આપે છે: નિષ્ણાત કેલિફોર્નિયાના ટ્રોમા થેરાપિસ્ટ એલેક્સી બાઈબિલર કહે છે, ‘ટેલર પ્રત્યે મહિલાઓના આ જુસ્સાનું મુખ્ય કારણ એ છે કે તેના ગીતો લાગે છે. ટેલરે એવી આઘાતનો સામનો કર્યો છે કે જેમાંથી મહિલાઓ પણ અમુક સમયે પસાર થઈ છે. વિશ્વાસઘાતનો ડંખ હોય, બ્રેકઅપની પીડા હોય કે કોઈ પ્રિય વ્યક્તિની ખોટ… ટેલરના દરેક ગીત કોઈને કોઈ લાગણી સાથે જોડાય છે. એલેક્સી કહે છે, ‘ટેલરે આ લાગણીઓને સંગીતમાં પરિવર્તિત કરી છે. ટેલરના ગીતોના માધ્યમથી લાગણીઓ વ્યક્ત કરવાની ક્ષમતા મહિલાઓને પોતાની જાતને શક્તિશાળી રીતે વ્યક્ત કરવાની શક્તિ આપે છે.