તેલ અવીવ/તેહરાન2 કલાક પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલના ફાઇટર પ્લેનના કોકપિટમાં બેઠેલી મહિલા પાઇલટ.
ઇઝરાયલે શનિવારે (26 ઓક્ટોબર) ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની કાર્યવાહી કરવા માટે એક મિશન પર મહિલા ફાઈટર પાઈલટને પણ મોકલી હતી.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ ઈરાન વિરુદ્ધ હાથ ધરાયેલા ઓપરેશન ‘ડેઝ ઓફ રિપેન્ટેંસ’ વિશે માહિતી આપતી તસવીરો અને વીડિયો જાહેર કર્યા છે. આમાં મહિલાઓ પણ ફાઈટર જેટમાં સવાર થઈને ઓપરેશન માટે નીકળતી દેખાય છે.
તેમજ, ટાઈમ્સ ઓફ ઇઝરાયલ મુજબ ઓપરેશન દરમિયાન, IDF ફાઈટર જેટ્સ તેમના વિસ્તારથી 1600 કિમી દૂર ગયા હતા. F-15 અને F-16 ફાઈટર વિમાનોને ઈરાન પર હુમલો કરવા માટે ખુલી છુટ આપવામાં આવી હતી.
ઇઝરાયલના હુમલામાં ઈરાનની બેલેસ્ટિક મિસાઈલોનું નિર્માણ કરવામાં આવતા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાન દ્વારા 1 ઓક્ટોબરના ઇઝરાયલ પરના હુમલામાં તેનો ઉપયોગ કર્યો હતો.
1980ના દાયકામાં ઈરાક યુદ્ધ બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ દુશ્મન દેશે ઈરાન પર આ પ્રકારના હવાઈ હુમલા કર્યા છે. કતારના મીડિયા હાઉસ અલ જઝીરા અનુસાર આ ઓપરેશનમાં 4 લોકોના મોત થયા છે.
બીજી તરફ ઈરાને કહ્યું છે કે તેને જવાબી કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. બીજી તરફ અમેરિકાએ ઈરાનને ઇઝરાયલ સામે કોઈ કાર્યવાહી ન કરવાની ચેતવણી આપી છે.
ઈરાન પર હુમલો કરતા પહેલા ઈઝરાયલના એરફોર્સના ફોટા અને VIDEO…
ઇઝરાયલના ફાઇટર પ્લેનની કોકપીટમાં બેઠેલી મહિલા પાઇલટ.
ઇઝરાયલve ફાઇટર પ્લેન ઈરાન પર હુમલો કરવા રવાના થઈ રહ્યા છે.
ઇઝરાયલના હુમલા પર અમેરિકા વિરુદ્ધ ઈરાન
એક તરફ ઈઝરાયલ હુમલા બાદ અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ રીતે સામેલ નથી. આ દરમિયાન શનિવારે મોડી રાત્રે અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને ઈરાનને ચેતવણી આપી હતી કે ઇઝરાયલ સામે પલટવાર કરવાની ભૂલ ન કરે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેનો ટકરાવ હવે તાત્કાલિક બંધ થવો જોઈએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ઈરાન પર હુમલા બાદ યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. બાઈડને કહ્યું-
ઈઝરાયલે માત્ર સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે આ બંને વચ્ચેના સંઘર્ષનો અંત છે.
તેમજ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાને ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા 4 સૈનિકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું-
ઈરાનના દુશ્મનોએ જાણવું જોઈએ કે તેઓ પોતાની રક્ષા માટે ડર્યા વિના લડવા તૈયાર છે. અમે દુશ્મન સામે સમજદારીપૂર્વક લડીશું.
ઈરાનનો દાવો- ઇઝરાયલે હુમલા માટે ઈરાકની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો ઈરાને દાવો કર્યો છે કે ઇઝરાયલે શનિવારે હુમલો કરવા માટે ઈરાકની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો, જે અમેરિકાના નિયંત્રણ હેઠળ છે. ઇઝરાયલે આ આરોપ પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે અમને માત્ર ઓપરેશન વિશે માહિતી આપવામાં આવી હતી. અમે કોઈપણ રીતે સામેલ ન હતા.
ઈરાકે તેના એરસ્પેસના ઉપયોગ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જો કે, તેમના નેતા મુકતદા અલ સદરે કહ્યું કે આ મામલાની તપાસ થવી જોઈએ અને તેની સામે કાર્યવાહી થવી જોઈએ.