54 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલે 48 કલાકમાં બીજી વખત યુએન પીસ મિશન પોસ્ટ પર હુમલો કર્યો છે. જેમાં કુલ 4 જવાનો ઘાયલ થયા છે.
ઇઝરાયલે 48 કલાકમાં બીજી વખત લેબનનમાં UN પીસકીપિંગ ફોર્સ (UNIFIL) પર હુમલો કર્યો છે. અલ જઝીરા અનુસાર, UNIFILએ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે ઇઝરાયલે નાકોરા શહેરમાં તેના હેડક્વાર્ટર પર બોમ્બમારો કર્યો છે. આ દરમિયાન 2 પીસકીપર્સ ઘાયલ થયા હતા. આ બંને શ્રીલંકાના નાગરિક છે.
ઇઝરાયલે કહ્યું કે સેનાને વિસ્તારમાં ખતરાની માહિતી મળી હતી, જેના કારણે તેમણે હુમલો કર્યો. હુમલા પહેલા UNના કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે તેઓ ઇઝરાયલને વિનંતી કરે છે કે હિઝબુલ્લાહ સામેની લડાઈ વચ્ચે UN પીસકીપર્સ પર હુમલો કરવાનું બંધ કરે.
ઇઝરાયલે શુક્રવારે લેબનનમાં UN પીસ મિશનના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો.
ભારતે UN પીસકીપર્સ પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી ઇઝરાયલે ગુરુવારે UN પીસકીપીંગ ફોર્સની પોસ્ટ પર પણ હુમલો કર્યો હતો. આમાં ઈન્ડોનેશિયાના બે પીસકીપર્સ ઘાયલ થયા હતા. યુએન પીસકીપિંગ મિશન માટે ઇઝરાયલ-લેબનન બોર્ડર પર બ્લુ લાઈન બનાવવામાં આવી છે. ભારતના 600 જવાનો પણ અહીં તહેનાત છે.
ભારતે પણ ગુરુવારે થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ બ્લુ લાઇન પર બગડતી સુરક્ષા સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પીસકીપીંગ ફોર્સની પોસ્ટની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.
ઈરાને કહ્યું- જો અરબ દેશો અમારા પર હુમલો કરવા માટે એરસ્પેસ ખોલશે તો તેમને પરિણામ ભોગવવા પડશે અહીં ઈરાને અરબ દેશો અને મિડલ ઈસ્ટમાં અમેરિકાના સાથી દેશોને ચેતવણી આપી છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ઈરાને રાજદ્વારી માધ્યમો દ્વારા ધમકી આપી છે કે જો કોઈ દેશ ઇઝરાયલને તેના પર હુમલો કરવામાં મદદ કરશે અથવા તેને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે તો તેને પરિણામ ભોગવવા પડશે.
ઈરાને 1 ઓક્ટોબરે ઇઝરાયલ પર 180 મિસાઈલ હુમલા કર્યા હતા. ત્યારથી ઇઝરાયલ વળતો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઘણા મીડિયા અહેવાલોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ઇઝરાયલ ઈરાનના ઓઈલ ભંડારો અથવા પરમાણુ સ્થળોને નિશાન બનાવી શકે છે. જો કે, ઇઝરાયલે હજુ સુધી હુમલા અંગે કોઈ માહિતી આપી નથી.
ઇઝરાયલ પર ઈરાનના મિસાઈલ હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ સેક્ટર સામે પ્રતિબંધો વધાર્યા છે. યુએસએ ઇઝરાયલના ‘ઘોસ્ટ ફ્લીટ’ પર પણ પ્રતિબંધો લાદ્યા છે, જે વિશ્વભરના ખરીદદારો સુધી તેના ઓઈલનું પરિવહન કરે છે.
યોમ કિપ્પુર નિમિત્તે ઇઝરાયલમાં તમામ દુકાનો અને ઓફિસો બંધ છે.
યોમ કિપ્પુરની શરૂઆત બાદ લેબનને ઇઝરાયેલ પર 120 રોકેટ વરસાવ્યા હતા.
ઇઝરાયલમાં યોમ કિપ્પુર તહેવાર પર હાઈ એલર્ટ ઇઝરાયલમાં આજે (12) યોમ કિપ્પુરનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તે યહૂદીઓ માટે સૌથી પવિત્ર દિવસોમાંનો એક છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર ઇઝરાયલ શુક્રવાર બપોરથી બંધ થઈ ગયું હતું. સમગ્ર દેશને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. આ સિવાય વિવિધ સ્થળોએ વિશેષ એલર્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જેથી લોકોને હુમલાની સ્થિતિ વિશે તાત્કાલિક માહિતી આપી શકાય.
મીડિયા અહેવાલો અનુસાર, તહેવારના પ્રથમ થોડા કલાકોમાં, લેબનનથી ઇઝરાયલ પર 120 રોકેટ વરસાવવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગનાને ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમે અટકાવ્યા હતા. 1973 પછી આ પ્રથમ વખત છે જ્યારે ઇઝરાયલ યોમ કિપ્પુર દરમિયાન યુદ્ધ કરી રહ્યું છે.
ખરેખરમાં, 1973માં, યોમ કિપ્પુરના દિવસે 6 ઓક્ટોબરના રોજ ઇજિપ્ત અને સીરિયાના નેતૃત્વમાં આરબ દેશોએ ઇઝરાયલ પર હુમલો કર્યો. ઇજિપ્તના રાષ્ટ્રપતિ મોહમ્મદ અનવર સાદાત અને સીરિયાના રાષ્ટ્રપતિ હફીઝ અલ-અસદ ઇઝરાયલે 1967ના છ દિવસીય યુદ્ધમાં કબજે કરેલી જમીન પાછી મેળવવા ઇચ્છતા હતા.
આ યુદ્ધમાં રશિયા સીરિયા અને ઇજિપ્તની મદદ કરી રહ્યું હતું. આવી સ્થિતિમાં અમેરિકાએ ઇઝરાયલને ટેકો આપ્યો અને તેને હથિયારોની મદદ પણ કરી. અમેરિકાની મદદથી ઇઝરાયલ આ યુદ્ધમાં આગળ વધવામાં સફળ રહ્યું હતું.