વોશિંગ્ટન -બૈરુત48 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ઈઝરાયલી હુમલામાં લેબનોનની બેન્કિંગ સિસ્ટમ ધ્વસ્ત
ઈઝરાયલે 21 ઓક્ટબરે લેબનોનની સૌથી મોટી બેન્ક અલ-કર્દ અલ-હસનની ઘણી શાખાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલો લેબનોનમાં ઈરાનતરફી સંગઠન હિઝબુલ્લાહ માટે મોટો ફટકો માનવામાં આવે છે.
વાસ્તવમાં લેબનોનની અર્ધ-બેન્કિંગ સંસ્થા અલ-કર્દ અલ-હસન પર હુમલાથી હિઝબુલ્લાહની કમર ભાંગી ગઈ છે કારણ હિઝબુલ્લાહને મળતું ફન્ડિંગ, ગેરકાયદે વસૂલી અને દક્ષિણ આફ્રિકાથી લઈ યુરોપ સુધી ફેલાયેલા તેના ડ્રગ્સના કાળા કારોબારથી થતી ઈન્કમના તમામ વ્યવહાર આ બેન્કમાં થતા હતા. પૂર્વ અમેરિકી અધિકારીઓને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે ખજાનો ખાલી થતો જોઈ હિઝબુલ્લાહે યુરોપિયન માર્કેટમાં ડ્રગ્સનો સપ્લાય વધારી દીધો છે.
ડ્રગ્સ, રિયલ એસ્ટેટ, મીટ દ્વારા હિઝબુલ્લાહની કમાણી 27 સપ્ટેમ્બરે ઈઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહે છેલ્લાં 30 વર્ષમાં સંગઠનને આર્થિક રીતે ખૂબ જ મજબૂત બનાવ્યું હતું. ફોર્બ્સની દુનિયાના સૌથી ધનિક આતંકવાદી સંગઠનોની યાદીમાં હિઝબુલ્લાહ ટોચ પર હતું. ફોર્બસનો અંદાજ છે કે હિઝબુલ્લાહને ફાળવવામાં આવેલું બજેટ વાર્ષિક રૂ. 5 હજાર કરોડથી રૂ. 6 હજાર કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. નસરાલ્લાહે હિઝબુલ્લાહની કમાણી માટે ઘણાં માધ્યમો તૈયાર કર્યાં હતાં. જેમાંથી ડ્રગ્સ સૌથી મોટું હતું. 3 દાયકા સુધી ચીફ રહીને નરસલ્લાએ તેના નજીકના મિત્ર ઈમાદ મુગનીહની મદદથી ડ્રગ્સનું નેટવર્ક ઊભું કર્યું હતું. 2008માં તેની હત્યા થઈ તે પહેલાં ઇમાદે દક્ષિણ અમેરિકામાં ડ્રગ્સનું મોટું નેટવર્ક બનાવ્યું હતું.
આર્જેન્ટિનાથી લઈ યુરોપ સુધી હિઝબુલ્લાહની કાર્ટેલ ફેલાયેલી છે હિઝબુલ્લાહની ડ્રગ્સ કાર્ટેલ સમય સાથે મજબૂત બનતી ગઈ. જે હવે ઘણા ખંડોમાં સક્રિય છે. આ નેટવર્ક આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરાગ્વેથી કોલંબિયા અને વેનેઝુએલા સુધી ફેલાયું છે. છેલ્લા એક દાયકામાં હિઝબાલ્લાહ કાર્ટેલે મેક્સિકોમાં પણ નેટવર્ક મજબૂત બનાવ્યું છે.
બ્લેક મનીને વ્હાઈટ કરવા માટે હિઝબુલ્લાહ 15% કમિશન લેતો હિઝબુલ્લાહનો રિયલ એસ્ટેટની સાથે માંસનો વ્યવસાય પણ ધમધમી રહ્યો છે, જેના દ્વારા ડ્રગ-મની લોન્ડરિંગના કાળાં નાણાંને વ્હાઈટમાં ફેરવે છે. બદલામાં તેઓ 15% સુધી કમિશન લે છે. દર મહિને અંદાજે 252 કરોડની કમાણી થાય છે. આ આવકના હિસા હિઝબુલ્લાહની બેન્ક પાસે હતા.