દમાસ્કસ36 મિનિટ પેહલા
- કૉપી લિંક
અસદના પલાયન અને સિરિયામાં રશિયાના પ્રભાવના અંત પછી યુક્રેન ત્યાં સક્રિય થઈ ગયું છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ સોમવારે સિરિયન વિદ્રોહી નેતા અબુ મોહમ્મદ અલ-જુલાની સાથે મુલાકાત કરી હતી.
આ પછી સિરિયાના વિદેશ મંત્રી અસદ હસન અલ શિબાનીએ કહ્યું કે, તેઓ યુક્રેન સાથે વ્યૂહાત્મક ભાગીદારી ઈચ્છે છે. શિબાનીએ કહ્યું કે, સિરિયા અને યુક્રેનના લોકોએ એક પ્રકારનું દુઃખ સહન કર્યું છે.
તે જ સમયે યુક્રેને વચન આપ્યું છે કે તેઓ સિરિયાને પહેલા કરતા વધુ સહાય સામગ્રી મોકલશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, અમે વર્ષોના રશિયન દખલ પછી સિરિયામાં સ્થિરતા લાવવામાં મદદ કરી શકીએ છીએ. આ પહેલા શુક્રવારે યુક્રેને સિરિયામાં 500 ટન અનાજ મોકલવાની જાહેરાત કરી હતી.
રશિયા પણ સિરિયામાં અનાજ પહોંચાડી રહ્યું છે, જો કે કેટલાક અહેવાલો અનુસાર, અસદના ભાગી ગયા બાદથી સિરિયામાં રશિયન અનાજના પ્રવેશમાં મુશ્કેલીઓ આવી રહી છે.
સિરિયામાં પ્રથમ વખત એક મહિલા સેન્ટ્રલ બેંકની વડા બની અસદે દેશ છોડ્યો ત્યારથી સિરિયા ઘણા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું છે. બળવાખોર સમર્થિત સરકારે પ્રથમ વખત દેશની સેન્ટ્રલ બેંકના વડા તરીકે મહિલાની નિમણૂક કરી છે.
માયાસા સબરીન દેશની પ્રથમ મહિલા ગવર્નર હશે. તેમને નાણાકીય ક્ષેત્રમાં કામ કરવાનો 15 વર્ષનો અનુભવ છે.
માયાસાએ દમાસ્કસ યુનિવર્સિટીમાંથી એમએનો અભ્યાસ કર્યો છે, આ પહેલા તે ડેપ્યુટી ગવર્નર હતી.
અસદના ભાગી જવાથી સિરિયામાં રશિયા-ઈરાનનું વર્ચસ્વ કેવી રીતે સમાપ્ત થયું? સિરિયા પશ્ચિમ એશિયામાં રશિયાનું સૌથી વિશ્વસનીય ભાગીદાર હતું. 2011માં બશર વિરુદ્ધ બળવો થયો ત્યારથી રશિયા અને ઈરાન બશરને તમામ પ્રકારની સૈન્ય, આર્થિક અને વ્યૂહાત્મક મદદ કરી રહ્યાં છે.
2016માં રશિયા અને ઈરાનના સમર્થનથી જ અસદ સિરિયામાં શક્તિશાળી બન્યા હતા. એલેપ્પો પર કબજો કર્યા પછી તેણે હમા અને હોમ્સ પર વિજય મેળવ્યો.
2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું અને રશિયા ત્યાં વ્યસ્ત થઈ ગયું. જેના કારણે રશિયાએ સિરિયામાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લીધા હતા.
ત્યાર બાદ 2023માં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું. પરિણામ એ આવ્યું કે સિરિયામાં અસદને મદદ કરી રહેલા ઈરાન અને હિઝબુલ્લાહ હવે તેની તરફ ધ્યાન આપવા સક્ષમ ન હતા.
હસન નસરાલ્લાહના મૃત્યુ બાદ હિઝબુલ્લાહ નબળી પડી ગઈ હતી. આનો ફાયદો ઉઠાવીને જુલાનીએ સિરિયાની સેના પર હુમલો કર્યો અને 11 દિવસમાં રાષ્ટ્રપતિને હટાવી દીધા.
હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, અમેરિકાએ જુલાની પર મૂકેલું 85 કરોડનું ઈનામ હટાવી દીધું છે, આતંકવાદીઓની યાદીમાં સામેલ હોવા છતાં અમેરિકા જુલાની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું. અમેરિકાએ માત્ર એટલું જ કહ્યું છે કે તેઓ સિરિયામાં શાંતિ ઈચ્છે છે.
‘મિડલ ઈસ્ટ આઈ’ના રિપોર્ટ અનુસાર, અમેરિકી સરકાર નથી ઈચ્છતી કે તુર્કી સિરિયા પર સંપૂર્ણ નિયંત્રણ કરે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે, અમેરિકા HTS સાથે સીધા સંપર્કમાં છે. બ્લિંકને HTSને અલ કાયદા પાસેથી પાઠ શીખવાની ચેતવણી પણ આપી હતી.
તે જ સમયે સિરિયન વિદ્રોહીઓના નેતાએ સાઉદી અરેબિયા સાથે નજીકના સંકેત આપ્યા છે. જુલાનીએ કહ્યું છે કે, સિરિયાના ભવિષ્યને ઘડવામાં સાઉદી મહત્વની ભૂમિકા ભજવશે.