11 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાન બાદ હવે ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)એ પણ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની નિંદા કરી છે. મંગળવારે એક અખબારી યાદીમાં OICએ કહ્યું- ભારતના અયોધ્યા રાજ્યમાં જ્યાં પહેલીવાર બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે જ જગ્યાએ રામ મંદિરનું નિર્માણ અને પછી તેની પ્રાણપ્રતિષ્ઠા ચિંતાનો વિષય છે.
OICએ વધુમાં કહ્યું- અમે ગયા સત્રમાં વિદેશ મંત્રી પરિષદની બેઠકમાં પણ અમારું વલણ સ્પષ્ટ કર્યું હતું. અમે બાબરી મસ્જિદ જેવા મહત્ત્વપૂર્ણ ઇસ્લામિક સ્થળોને નષ્ટ કરવાના હેતુથી આવા પગલાંની નિંદા કરીએ છીએ. બાબરી મસ્જિદ 5 સદીઓ સુધી ત્યાં રહી.
આ પહેલા પાકિસ્તાને પણ પ્રાણપ્રતિષ્ઠાના વિરોધમાં 22 જાન્યુઆરીએ પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, તોડી પાડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર બનેલું મંદિર આવનારા સમયમાં ભારતીય લોકતંત્રના ચહેરા પર કલંક હશે.

PAKએ કહ્યું- ભારતમાં મુસ્લિમોને સાઇડલાઇન કરવાનો પ્રયાસ
વિદેશ મંત્રાલયની પ્રેસ રિલીઝમાં લખવામાં આવ્યું છે કે ભારતમાં વધી રહેલી ‘હિંદુત્વ’ વિચારધારા ધાર્મિક સૌહાર્દ અને પ્રાદેશિક શાંતિ માટે મોટું જોખમ છે. આમ કરીને ભારત મુસલમાનોને સાઇડલાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સદીઓ જૂની બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર 1992ના રોજ ઉગ્રવાદીઓના ટોળાએ તોડી પાડી હતી.
દુઃખની વાત એ છે કે ભારતની સર્વોચ્ચ અદાલતે આ માટે જવાબદાર ગુનેગારોને નિર્દોષ તો છોડ્યા જ, પરંતુ તોડી પાડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર મંદિર બનાવવાની પણ મંજૂરી આપી. આ ભારતીય મુસ્લિમોને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે હાંસિયામાં ધકેલી દેવાના ચાલુ પ્રયાસોમાંથી એક છે.
ઈસ્લામિક સંગઠન OIC શું છે?
OIC એ ઇસ્લામિક અથવા મુસ્લિમ બહુમતી દેશોનું સંગઠન છે. તેમાં કુલ 57 દેશના સભ્યો છે. OICમાં સાઉદી અરેબિયાનું વર્ચસ્વ છે. જો કે, સાઉદી અરેબિયા વિશ્વના ટોચના 10 દેશોમાં પણ નથી જ્યાં મુસ્લિમ વસ્તી સૌથી વધુ છે. જો કે, ઇસ્લામના દૃષ્ટિકોણથી, મક્કા અને મદીનાના કારણે સાઉદી અરેબિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઇસ્લામિક દેશ માનવામાં આવે છે.
OICની રચના સમયે, તેનો ઉદ્દેશ્ય પેલેસ્ટાઈનને મદદ કરવાનો હતો અને તેને ઈઝરાયલથી મુક્ત કરવાનો હતો. કાશ્મીર મુદ્દે પણ OICએ મોટાભાગે પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. સંગઠને હંમેશા કહ્યું છે કે 1948-49ના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ અનુસાર કાશ્મીરીઓને પોતાના માટે નિર્ણય લેવાનો અધિકાર મળવો જોઈએ.

આ તસવીર જાન્યુઆરી 2006ની છે, જ્યારે સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝ ભારતની મુલાકાતે આવ્યા હતા.
ભારત મુસ્લિમ વસ્તીમાં ત્રીજો સૌથી મોટો દેશ છે, હજુ પણ OICનો સભ્ય નથી
ઇસ્લામિક દેશો ઉપરાંત રશિયાને 2005માં નિરીક્ષક તરીકે સંગઠનમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ સિવાય બૌદ્ધ દેશ હોવા છતાં, થાઈલેન્ડને 1998માં OICમાં સુપરવાઈઝર તરીકે સામેલ કરવામાં આવ્યું હતું.
2022ના ડેટા અનુસાર, મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ ભારત ત્રીજો સૌથી મોટો દેશ છે. આમ છતાં ભારત OICનું સભ્ય નથી. 2006માં સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે સંગઠનમાં ભારતને નિરીક્ષક બનાવવાની વાત કરી હતી.
જોકે પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો. પાડોશી દેશે કહ્યું હતું કે કોઈપણ દેશ જે ઓઆઈસીમાં નિરીક્ષકનો દરજ્જો ઈચ્છે છે તેનો સંગઠનના કોઈપણ સભ્ય દેશ સાથે કોઈ વિવાદ ન હોવો જોઈએ.