બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલાં અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે (5 ઓગસ્ટ) ના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી તેઓ દેશ છોડીને ઢાકાથી અગરતલા થઈને ભારત પહોંચ્યાં છે. તેમનું C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાંજે 6 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતર્યું હતું. સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ લગભગ એક કલાક સુધી એરબેઝ પર તેમને મળ્યા હતા. હાલ તેઓ અહીંથી લંડન, ફિનલેન્ડ કે અન્ય કોઈ દેશમાં જઈ શકે છે. ANI અનુસાર, સોમવારે હિંસા દરમિયાન દેખાવકારોએ બાંગ્લાદેશની શેરપુર જેલ પર હુમલો કર્યો હતો. આ પછી 500 કેદીઓ અહીંથી ભાગી ગયા હતા. આ પહેલા હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફે કહ્યું હતું કે, ‘અમે વચગાળાની સરકાર બનાવીશું, અમે હવે દેશનું ધ્યાન રાખીશું. ચળવળમાં જેમની હત્યા કરવામાં આવી હતી તેઓને ન્યાય આપવામાં આવશે.
Source link