રિયાધ57 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 2030 સુધી દેશને પર્યટન હબ બનાવવાની પહેલ
સાઉદી અરબની સોફ્ટ ડિપ્લોમસીનું નવું ચેપ્ટર અલ-સુવૈદી ફેસ્ટ સાથે શરૂ થઈ ગયું. સાઉદીના આ વર્ષના આયોજનને ખાસ રીતે ભારત પર કેન્દ્રિત કર્યું છે. 49 દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટનો પહેલો તબક્કો ભારતીય વ્યંજનોને સમર્પિત છે.
આ ફેસ્ટમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સંસ્કૃતિઓને એકસાથે માળાની જેમ મૂકવામાં આવી છે. ફેસ્ટ મારફતે 29 લાખ ભારતીય, 26 લાખ પાકિસ્તાની અને 20 લાખ બાંગ્લાદેશી સમાજને નજીક લાવવાની કોશિશ થઈ રહી છે. રાજસ્થાની ઢોલકના તાલે નાચતી કઠપૂતળીઓ, પાણીપૂરીનો સ્વાદ લેતા ચહેરા, તેમજ વિવિધ વ્યંજનો વચ્ચે એકતાની ભાવના ઉભરાયને સામે આવી રહી છે. ફેસ્ટમાં બોલિવૂડનાં ગીતો પર લોકો નાચતા દેખાય છે. આ ફેસ્ટિવલ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ દક્ષિણ એશિયાઈ સમાજો વચ્ચે વધતા સુમેળ અને સાઉદી આરબના બદલાતા વિચારોનું પ્રતીક છે.
ફેસ્ટ પ્રવાસી કાર્યકરો પ્રત્યેના સન્માનને પણ પ્રોત્સાહન આપી રહ્યું છે. સાઉદીમાં હવે ભારતીય કાર્યકર પહેલાંની જેમ માત્ર બ્લૂ કોલર નોકરીઓ સુધી સીમિત નથી. હવે 65% ભારતીય વાઇટ કોલર વ્યાવસાયિક ભૂમિકાઓમાં દેખાઈ રહ્યા છે, જે પહેલાંની સરખામણીએ એક મોટું પરિવર્તન છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના 2030 સુધી દેશને પર્યટન હબ બનાવવાના વિઝનમાં આ ઉત્સવ મહત્ત્વની કડી છે.