ન્યૂ યૉર્ક8 કલાક પેહલા
- કૉપી લિંક
- એકેલે હૈ તો ક્યા ગમ હૈ…જાતને મોટા ઉદ્દેશ્ય માટે સમર્પિત કરવાની સલાહ
‘એકલા રહેવું એ આપણા જીવનને સંપૂર્ણપણે બંધનમુક્ત કરે છે. આપણી પાસે આપણી સ્વતંત્રતા છે, તેનો ઉપયોગ આપણે આપણાં સંસાધનો અને તકોનો લાભ લેવા માટે કરી શકીએ છીએ, પછી તે ઓછાં કેમ ન હોય…’ સિંગલ લાઇફ એક્સપર્ટ બેલા ડુપૈલો ગર્વભેર કહે છે કે એકાકી લોકોને, રોમેન્ટિક પાર્ટર નહીં હોય તો શું ગુમાવીશું, એની ચિંતા નથી હોતી પરંતુ જો એવું થશે તો શું ગુમાવીશું, એની ચિંતા હોય છે. એકલા રહેવાનું બરાબર છે, એવું હું નથી કહેતી પરંતુ ખરાબ રોમેન્ટિક સંબંધો કરતાં એ સ્થિતિ સારી છે. તેમાં કોઈ નુકસાન નથી.’ સિંગલ લાઇફનાં સકારાત્મક પાસાં વાંચો…
સિંગલ લાઇફમાં કોઈ એકને ખુશ રાખવાનું કોઈ દબાણ નથી હોતું
‘સિંગલ લાઇફના હિમાયતીઓને હું હૃદયથી સિંગલ કહું છું. કારણ કે હું પણ તેમાંની જ એક છું. એ સૌથી સાર્થક સંતોષજનક મનોવૈજ્ઞાનિક રીતે સમૃદ્ધ જીવન છે. સિંગલ લાઇફ જ શ્રેષ્ઠ છે. જીવનનો કોઈ અન્ય માર્ગ ક્યારેય આટલો સંતોષ નહીં આપે. દાંપત્યજીવનમાં બંધાયેલા લોકોને જેટલો આનંદ મળે છે એટલો જ આનંદ આપણે એકલા રહીને મળે છે.
રોમેન્ટિક પાર્ટનર વિના પસંદ કરેલા અનુકૂળ માર્ગથી કે તેને બદલવાના પ્રયાસ કર્યા વિના દિનચર્યાથી માંડીને મહત્ત્વના ફેરફાર અને જીવનને આકાર તથા રૂપરેખા આપણે જાતે જ નક્કી કરીએ છીએ. કોઈ એકને રાજી રાખવાનું દબાણ નહીં, બધા સરખા હોય છે. મિત્ર, સંબંધી, ગુરુ, સહકર્મચારી, પ્રેમી, પડોશી, પાલતુ જાનવર કે અન્ય કોઈ. જો આમ કરી શકીએ તો જાતને મોટા ઉદ્દેશ્યો માટે સમર્પિત કરી શકીએ છીએ. તમે એકલાં હોવ ત્યારે જ તમે સર્વશ્રેષ્ઠ આપી શકો છો. એકલા રહીને જે તાકાત કે કૌશલ્ય આપણે વિકસાવી શકીએ છીએ તે દાંપત્યજીવન ભોગવતા લોકો નથી કરી શકતા. એકાકીપણાથી ડરવાને બદલે તેનાથી સમૃદ્ધ હોઈએ છીએ. એટલે એકાકીપણું અનુભવવાની આશંકા નહિવત્ હોય છે. મોટે ભાગે આપણને વૃદ્ધાવસ્થામાં નિસ્તેજ, નિરાશ અને એકલા પડી જવાના નામે ગભરાવવામાં આવે છે. પરંતુ કેટલાંય અધ્યયનો દર્શાવે છે કે એકાકી રહેનારા લોકોનું ‘પછીનું જીવન’ સમૃદ્ધ હોવાની સંભાવના વધુ છે.