8 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. જો બાઈડેનના કાફલા સાથે એક કાર અથડાઈ હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બાઈડેન ચૂંટણી પ્રચારમાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમના પત્ની જીલ બાઈડેન પણ તેમની સાથે હતા. જો બાઈડેન અને તેમની પત્ની બંને સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી.
બાઈડેનના કાફલા સાથે એક કાર અથડાઈ હતી
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, રવિવારે જો બાઈડેનનો કાફલો ડેલાવેયરમાં તેમના કેમ્પેન હેડકવાર્ટરની બહાર ઊભો હતો. બાઈડેન કાફલામાં સામેલ કારમાં સવાર થવા જઈ રહ્યા હતા તે દરમિયાન
બાઈડેનથી લગભગ 40 મીટર દૂર એક ચારરસ્તા પર તેમના કાફલામાં સામેલ SUV સાથે એક સેડાન કાર અથડાઈ હતી. અચાનક બનેલી આ ઘટનાને કારણે બાઈડેનની સુરક્ષા માટે તહેનાત તમામ સુરક્ષાકર્મીઓ સતર્ક થઈ ગયા હતા અને અમેરિકાના રાષ્ટ્રપતિને તરત જ અન્ય કારમાં બેસાડીને ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા.
સિલ્વર કલરની કારે અકસ્માત સર્જાયો હતો
મળતી માહિતી મુજબ જે કાર અકસ્માત સર્જયો તે સિલ્વર કલરની હતી, તેની નંબર પ્લેટ પર માત્ર ડેલાવેયર લોકલ નંબર નોંધાયેલો હતો. અકસ્માત બાદ જ્યારે સુરક્ષાકર્મીઓએ કારને ઘેરી લીધી તો ડ્રાઈવરે તરત જ હાથ ઊંપર કરી દીધા હતા.
બાઈડેનના સુરક્ષાકર્મીઓએ ડ્રાઈવરને ઘેરી લીધો હતો
જ્યારે બાઈડેન વિલમિંગ્ટન, ડેલવેરમાં એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે એક કારે તેમના કાફલાની કારને ટક્કર મારી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કાર ચાલક આગળ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને તે દરમિયાન તેની ટક્કર બાઈડેનના કાફલાની કાર સાથે થઈ ગઈ. અકસ્માત બાદ બાઈડેનના સુરક્ષાકર્મીઓએ ડ્રાઈવરને ઘેરી લીધો હતો અને પિસ્તોલ તાકી દીધી હતી.

જો બાઈડેનના કાફલા સાથે એક કાર અથડાઈ હતી.
જો બાઈડેન અને તેમના પત્ની જીલ બાઈડેન સુરક્ષિત છે. અહેવાલો અનુસાર, બંનેને કોઈ નુકસાન કે ઈજા થઈ નથી. દુર્ઘટના પછી, બાઈડેન વિનમિંગ્ટનમાં તેમના ઘરે સુરક્ષિત રીતે પરત ફર્યા હતા.

જો બાઈડેન અને તેમની પત્ની બંને સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી.
દુર્ઘટના પછી, જો બાઈડેનની સુરક્ષામાં રોકાયેલા સિક્રેટ સર્વિસ એજન્ટો તરત જ એક્શનમાં આવ્યા. સીક્રેટ એજન્ટોએ કારના ડ્રાઈવર પર તેમની પિસ્તોલો તાકી. જો કે, સિક્રેટ સર્વિસે આ ઘટના અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી.

સુરક્ષા અધિકારીઓએ કારને ઘેરી લીધી અને ડ્રાઇવર પર તેમના હથિયારો તાકી દીધા હતા.
વ્હાઇટ હાઉસ અનુસાર, જો બાઈડેન રાત્રે 8:07 વાગ્યે વિલમિંગ્ટનમાં બાઈડેન-હેરિસ 2024 હેડક્વાર્ટરથી નીકળ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે જો બાઈડેને પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યાના થોડા સમય પછી, તેમની કારને એક કારે ટક્કર મારી હતી.
જે કારને ટક્કર મારી હતી, તે ડેમેજ થઈ હતી. આ પછી તરત જ સુરક્ષા અધિકારીઓએ કારને ઘેરી લીધી. એજન્ટોએ કાર ચાલકને ઘેરી લીધો અને ડ્રાઇવર પર તેમના હથિયારો તાકી દીધા હતા.