પેરિસ/મુંબઈઅમુક પળો પેહલા
- કૉપી લિંક
માનવ તસ્કરીની આશંકાથી ફ્રાંસમાં રોકાયેલું વિમાન મુંબઈ પહોંચ્યું છે. 25 ડિસેમ્બરે સાંજે પેરિસના વેટ્રી એરપોર્ટથી ઉડાન ભરી હતી. મંગળવારે સવારે 4 વાગ્યે તે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સવારે 4:30 વાગ્યે અહેવાલ આપ્યો કે આ ફ્લાઈટમાંથી 276 લોકો પરત ફર્યા છે. હાલમાં ભારત પરત ફરનારા મુસાફરોની ચોક્કસ સંખ્યા સ્પષ્ટ નથી.
આ પહેલા માહિતી આપવામાં આવી હતી કે આ ફ્લાઈટ સોમવારે બપોરે 2.20 કલાકે ભારતમાં આવશે. રિપોર્ટ અનુસાર કેટલાક લોકો દેશમાં પાછા ફરવા માંગતા ન હતા. જેના કારણે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં મોડું થયું હતું. આ લોકોએ ફ્રાન્સમાં જ આશ્રયની માંગણી કરી હતી.
જો કે, 23 ડિસેમ્બરે દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા ભારતીય નાગરિકોને લઈને જતું વિમાન ઈંધણ ભરવા માટે વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રેન્ચ અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઇ જવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ફ્લાઇટને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી.
ભારત સરકારે હજુ સુધી પુષ્ટિ કરી નથી કે કેટલા લોકો ભારત પહોંચ્યા છે.
ફ્રેન્ચ કસ્ટડીમાંથી મુક્ત કરાયેલા ભારતીય નાગરિકો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમાંના મોટાભાગના લોકો પંજાબ, ગુજરાત અને દક્ષિણ ભારતના છે.
માનવ તસ્કરીની આશંકાથી પકડાયેલ આરોપીને છોડવામાં આવ્યો
પહેલા એવા સમાચાર હતા કે આ પ્લેનમાંથી 300 યાત્રીઓ ભારત આવી રહ્યા છે, પરંતુ મોડી રાત્રે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાનના 303 મુસાફરોમાંથી માત્ર 276 જ ભારત પરત ફરી રહ્યા છે. લગભગ 25 ભારતીય મુસાફરોએ ફ્રાન્સમાં આશ્રય માંગ્યો છે અને તેમને પેરિસના વિશેષ ઝોન ‘ચાર્લ્સ ડી ગૌલે’ એરપોર્ટ પર મોકલવામાં આવ્યા છે, જ્યાં આશ્રય શોધનારાઓને રાખવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રાન્સની પોલીસે તે બે લોકોને પણ મુક્ત કરી દીધા છે. જેમની માનવ તસ્કરીની શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી રહી હતી. તેમની સામે ફ્રાન્સના કાયદા હેઠળ કેસ દાખલ થવા જઈ રહ્યો હતો. પરંતુ, જ્યારે તેઓને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા, ત્યારે ન્યાયાધીશે બંનેને છોડી દીધા. બંને લોકોને સાક્ષી પદ પર મૂકવામાં આવ્યા છે.
તે જ સમયે, એક ફ્રેન્ચ ટીવી ચેનલે દાવો કર્યો છે કે વિમાનમાં કેટલાક મુસાફરો ભારતના બદલે નિકારાગુઆ જવા માંગતા હતા.
ફ્રાન્સના વર્ટી એરપોર્ટથી મુંબઈ જતું ભારતીય વિમાન
ફ્રેન્ચ પોલીસ માનવ તસ્કરીના એંગલથી કેસની તપાસ કરશે નહીં
ફ્રેન્ચ અખબાર લે મોન્ડેના અહેવાલ અનુસાર, લોકો દુબઈથી ફ્રાંસની ફ્લાઈટમાં પોતાની મરજીથી આવ્યા હતા. તેથી ફ્રેન્ચ પોલીસે માનવ તસ્કરીના એંગલથી કેસની તપાસ કરવાનું બંધ કરી દીધું છે. હવે આને ઈમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યું છે.
300 ભારતીયો સાથેનું વિમાન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું.
આ કેસની સુનાવણી 24 ડિસેમ્બરે ફ્રાન્સની કોર્ટમાં થઈ હતી
24 ડિસેમ્બરે, ફ્રેંચ કોર્ટના ચાર ન્યાયાધીશો, નાતાલની રજાઓ દરમિયાન પણ કામ કરી રહ્યા હતા, અને અટકાયતમાં લેવામાં આવેલા મુસાફરોની પૂછપરછ કર્યા પછી વિમાનને રવાના કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી, 25 ડિસેમ્બરે, ભારતીય વિમાનને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
300 ભારતીયોમાં એક 21 મહિનાનું બાળક
ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પ્લેનમાં હાજર 2 લોકોને અન્ય 300 લોકોથી અલગ રાખવામાં આવ્યા છે. તેઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી. તમામ લોકો કામદાર હોવાનું કહેવાય છે, જેમને નિકારાગુઆ થઈને અમેરિકા અને કેનેડા મોકલવામાં આવી રહ્યા હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ, 300 ભારતીયોમાં 21 મહિનાનું બાળક અને 11 ભારતીય સગીરોનો સમાવેશ થાય છે જેઓ તેમના માતાપિતા સાથે નથી. પૂછપરછ દરમિયાન કેટલાક લોકો હિન્દીમાં તો કેટલાક લોકો તમિલ ભાષામાં વાત કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિમાનમાં દક્ષિણ ભારતના લોકો પણ હાજર હતા.
ફ્રાન્સમાં 300 ભારતીયો ક્યાં છે?
દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા ભારતીય નાગરિકોને લઈને જતું વિમાન ઈંધણ ભરવા માટે વેટ્રી એરપોર્ટ પર ઊતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રેન્ચ અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઈ જવામાં આવી રહ્યા છે, ત્યાર બાદ ફ્લાઇટને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી. વેટ્રી એરપોર્ટના રિસેપ્શન હોલને વેઇટિંગ એરિયામાં ફેરવી દેવામાં આવ્યો હતો અને તમામ મુસાફરોને ત્યાં રાખવામાં આવ્યા હતા. બાળકો માટે એડ-હોક ટ્યૂટર પણ અહીં રાખવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો.
આ તસવીર વેટ્રી એરપોર્ટના વિસ્તારની છે, જ્યાં ભારતીયોને રાખવામાં આવ્યા હતા, એ ચારે બાજુથી ઢંકાયેલું છે.
ભારતીય અધિકારીઓ દરરોજ એરપોર્ટ પર લોકોને મળે છે
ફ્રાન્સે એરપોર્ટ પર જ તમામ લોકો માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી છે. બાળકોના શિક્ષણ માટે એડ-હોક ટ્યૂટર રાખવામાં આવ્યા છે. ભારતીય અધિકારીઓ દરરોજ તેમની સાથે અહીં મુલાકાત કરી રહ્યા છે. ફ્રાન્સમાં વિદેશી નાગરિકોને 4 દિવસથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાતા નથી. આ માટે ન્યાયાધીશ પાસેથી મંજૂરી લેવી પડશે, જે તેમની કસ્ટડી 8 દિવસ વધારી શકે છે. જોકે ગંભીર કેસોમાં અટકાયતની અવધિ 24 દિવસ સુધી લંબાવી શકાય છે.
એ જ સમયે ફ્રાન્સે ફ્લાઇટનું સંચાલન કરતા ખાનગી જેટના ક્રૂ-મેમ્બર્સની પણ પૂછપરછ કરી છે. આ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. તેમાંથી કોઈની અટકાયત કરવામાં આવી નથી.
ખાનગી કંપનીનું ચાર્ટર એરક્રાફ્ટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ટી એરપોર્ટ પર પોલીસે જે વિમાનને રોક્યું હતું એ રોમાનિયન ચાર્ટર કંપનીનું છે. ઇંધણ અને તકનીકી જાળવણી માટે એ વર્ટી એરપોર્ટ પર ઊતરવાનું પહેલેથી જ નક્કી કરવામાં આવ્યું હતું. લેન્ડિંગના થોડા સમય બાદ પોલીસનાં અનેક વાહનો આવ્યાં અને વિમાનને જપ્ત કર્યું.
આ કેસની તપાસ ફ્રાન્સની એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ યુનિટને સોંપવામાં આવી છે. પોલીસ અનુસાર- આ A340 એરક્રાફ્ટ છે. રોમાનિયાની લીજેન્ડ એરલાઈન્સે આ પ્લેન કેટલાક લોકો માટે બુક કરાવ્યું હતું. તપાસના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું – અમને શંકા છે કે આ ભારતીયોને મધ્ય અમેરિકામાં કોઈ જગ્યાએ લઈ જવાના હતા. એવું પણ શક્ય છે કે આમાંથી કેટલાક લોકો કેનેડા જવા માગે છે.
હાલ તમામ મુસાફરોને રિસેપ્શન હોલમાં રાખવામાં આવ્યા છે. પોલીસે કહ્યું- જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અમે તેમને વધુ સારી સુવિધા આપીશું.
ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશેલા લગભગ 97 હજાર ભારતીયની ધરપકડ કરવામાં આવી
ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશેલા લગભગ 97 હજાર ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આ ડેટા એક વર્ષનો છે, એટલે કે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023.
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ડેટા અનુસાર, ધરપકડ કરાયેલા 96,917 ભારતીયમાંથી 30,010 યુએસ-કેનેડા બોર્ડર પર પકડાયા હતા. એ જ સમયે યુએસ-મેક્સિકો બોર્ડર પાર કરતી વખતે 41,770 ભારતીયની ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકન સાંસદ જેમ્સ લેન્કફોર્ડે સંસદમાં કહ્યું- છેલ્લા એક વર્ષમાં લગભગ 45,000 ભારતીયે અમેરિકાની સાઉથ બોર્ડર ગેરકાયદે રીતે પાર કરી છે. આ ભારતીયો તેમના પોતાના દેશમાં – ભારતમાં ડર અનુભવે છે.