લંડન2 કલાક પેહલા
- કૉપી લિંક
બાળકોને ભાષા શીખવામાં મદદ કરવા માટે માતા-પિતામાં ગીત ગાવા કે લયમાં વાત કરી શકવાની કળા હોવી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ મુજબ શિશુ લયબદ્ધ જાણકારીથી ભાષા વધુ સરળતાથી શીખે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ન્યૂરોસાયન્ટિસ્ટ અને અભ્યાસનાં લેખિકા, પ્રોફેસર ઉષા ગોસ્વામીએ કહ્યું કે માતા-પિતાએ તેમનાં બાળકો સાથે જેટલું શક્ય બની શકે તેટલું વધુ લયમાં વાત કરવી જોઈએ અને ગાવું જોઈએ. તેને વાતચીત માટે નર્સરી કવિતામાં દર્શાવાતી બાળભાષાનો ઉપયોગ કરવો જોઈએ.
શોધથી જાણવા મળ્યું છે કે બાળક શબ્દોની સામાન્ય બોલચાલથી થનારા વ્યક્તિગત ધ્વનિને લગભગ સાત મહિના સુધી વિશ્વસનીય રીતે સમજી નથી શકતાં. જોકે, મોટા ભાગના શિશુ બોટલ જેવા કેટલાક પરિચિત શબ્દો જલદી ઓળખી જાય છે. ભાષાનો આધાર બનવા માટે જરૂરી વ્યક્તિગત શબ્દોના ધ્વનિને બાળ ખૂબ જ ધીરે-ધીરે જોડીને સમજી શકે છે. શોધથી એ પણ ખબર પડી કે ડિસ્લેક્સિયા અને વિકાસાત્મક ભાષા વિકાર ધ્વન્યાત્મક માહિતીને સમજવામાં મુશ્કેલીઓને બદલે ભાષાના લય સાથે જોડાયેલા હોય શકે છે. ભાષાનો સાચો લય હોવાથી શિશુઓમાં ભાષાની સમજ અને બોલચાલથી જોડાયેલાં પરિણામો પર અસર પડે છે. માનવમાં આવે છે કે બાળક માત્ર ધ્વનિના નાના-નાના તત્ત્વ શીખે છે અને તેને એક સાથે જોડીને શબ્દ બનાવે છે. જોકે, અભ્યાસે આ દ્રષ્ટિકોણને પણ પડકાર્યો છે. ધ્વન્યાત્મક માહિતી જે સામાન્ય રીતે મૂળાક્ષરો દ્વારા દર્શાવાય છે. ભાષા શીખવા માટે પૂરતી નથી હોતી.
ધ્વનિથી શબ્દોને સમજવાની ક્ષમતા ધીરે-ધીરે ઉભરે છે
બાળકોમાં ધ્વનિથી શબ્દોને સમજવાની ક્ષમતા પહેલા એક વર્ષમાં ધીરે-ધીરે ઉભરે છે. તેની શરૂઆત ઉપરના સામેના દાંતોનો એકસાથે અવાજ અને શ્વાસ લેતી વખતે નાકથી થતા અવાજોથી થાય છે.