- Gujarati News
- International
- Children Should Be Taught To Accept Sometimes Victory As Well As Defeat In Sports, This Is The Mantra Of Success In Life
લંડન54 મિનિટ પેહલા
- કૉપી લિંક
- રમતમાં મોજ-મસ્તી અને વ્યક્તિગત વિકાસ ઉપર ફોકસ કરવું જરૂરી
મોટા ભાગનાં માતા-પિતા તેમનાં બાળકોને કહે છે કે જીતવું અથવા ટૉપર બનવું ઉત્તમ છે. જ્યારે નિષ્ણાતો કહે છે કે બાળકોને રમતમાં જીતની શીખ આપવાથી વધુ મહત્ત્વ હાર સ્વીકાર કરવાની કળા અને તેનાથી શીખ મેળવવી છે. આનાથી તેમને જીતની સાચી કિંમત જાણી શકાય છે. તેઓ તેની કદર કરવાનું જાણશે.
કૅનેડાના ઓન્ટારિયોમાં યુનિવર્સિટી ઓફ વોટરલૂમાં રમતગમત અને મનોરંજન વ્યવસ્થાપનના પ્રોફેસર રયાન સ્નેલગ્રોવ જણાવે છે કે રમતગમતમાં હારવું એ બાળકો માટે તેમની ભૂલોમાંથી શીખવાનો અને સુધારવા માટેની વ્યૂહરચના વિશે વિચારવાનો એકમાત્ર રસ્તો છે. જ્યારે બાળકો તેમની કુશળતા પર કામ કરે છે અને આગામી મેચ જીતે છે, ત્યારે તેઓ રમતમાં આપોઆપ વધુ સારું પ્રદર્શન કરે છે.
નિષ્ણાતોના મતે ફિટનેસને પ્રોત્સાહન આપવા ઉપરાંત, રમત યુવાનોને ટીમવર્ક અને શિસ્ત જેવા મૂલ્યવાન જીવન કૌશલ્યો પણ પ્રદાન કરે છે. જીતવું અને હારવું બાળકોને પુખ્તવયના જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારો માટે તૈયાર કરે છે. ‘ડેવલપમેન્ટલ એન્ડ બીહેવિયરલ પીડિયાટ્રિક્સ’ અને ‘ટેન થિંગ્સ આઈ વિશ યુ ન્યુ અબાઉટ યોર ચાઇલ્ડસ મેન્ટલ હેલ્થ’ના લેખક ડૉ. બિલી ગાર્વે કહે છે કે બાળકો ખાસ કરીને 5થી 12 વર્ષની ઉંમરનાને જીતવા અને હારવાના અનુભવો માટે મહત્ત્વપૂર્ણ છે. જેનાથી બાળકોના જીવનમાં ઉતાર- ચઢાવના વિશે નવું જાણવા-શીખવા મળે છે.
બાળકોને હાર સ્વીકારતા શીખવવું જીવન માટે મહત્ત્વપૂર્ણ નાનપણથી જ હાર સ્વીકારતા શીખવવામાં આવે તો તેમની સફળતાનો દર વધી જાય છે. એક રિસર્ચ અનુસાર જો પેરેન્ટ્સ બાળકોને દરરોજ અમુક કામ સોંપે છે, તો તેમનામાં જવાબદારીની ભાવના કેળવાય છે. જે શિક્ષણને લઈને વધુ અપેક્ષાઓ હોય છે.