ગિની35 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક ચિમ્પાંઝીએ એક મહિલાની 8 મહિનાની દીકરીને તેના ખોળામાંથી છીનવી લઇ પછી તેને પોતાની સાથે લઈ ગયો અને તેની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. બાળકીના મૃતદેહને જોઈને માતા ચીસો પાડી ઉઠી હતી કારણ કે આ પ્રાણીએ તેના શરીરને ખરાબ રીતે ફાડી નાખ્યું હતું.
આ ચોંકાવનારી ઘટના ગિનીના બોસોઉમાં બની હતી. સેની ઝોગ્બા નામની માતા કસાવા ફળના ખેતરોમાં કામ કરતી હતી. તેણીને 8 મહિનાની પુત્રી પણ તેની સાથે હતી, જેનું નામ તેણે યોહ હેલેન રાખ્યું હતું. એટલામાં પાછળથી ચિમ્પાન્ઝી ત્યાં આવ્યો હતો.
ચિમ્પાન્ઝીએ માતાને બચકુ ભર્યુ અને પછી બાળકને છીનવીને લઇ ગયો હતો. અને પછી નિમ્બા માઉન્ટેન્સ નેચર રિઝર્વથી લગભગ 3 કિમી દૂર બાળકીની હત્યા કરી નાખી હતી. જ્યારે બાળકીનો મૃતદેહ મળ્યો ત્યારે ક્ષત વિક્ષત હતો.