વોશિંગ્ટન26 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 142 દેશના સરવે પછી અહેવાલ : સાથે રસોઈ કરવાની ટેવથી સફળતાના ચાન્સ વધી જાય છે
તમે ગયા અઠવાડિયે કેટલી વાર લોકો સાથે મળીને રસોઈ બનાવી અને જમ્યા હતા? સવાલ સાંભળીને આશ્ચર્ય થયું… પરંતુ આ વાસ્તવિકતા છે કે જે લોકો મોટે ભાગે પરિવારજનો, પરિચિતો કે મિત્રો સાથે મળીને રસોઈ બનાવે છે અને જમે છે, તેમના શરીરની સાથેસાથે આત્માને પણ સંતોષ મળે છે. તેનાથી તેઓની દિનચર્યા પણ સારી રહે છે. આ વાત ગેલપ અને એક જાપાની ફૂડ કંપનીના અહેવાલમાં બહાર આવી છે.
142 દેશમાં કરાયેલા સરવેના આધારે તૈયાર કરાયેલા અહેવાલમાં 10માંથી 6 લોકો (58%)એ સ્વીકાર્યું હતું કે છેલ્લા સપ્તાહમાં રસોઈ કરવાથી તેઓ ખુશ થયા. 76% મહિલાઓ અને 40% પુરુષોએ આ સ્વીકાર્યું. ‘વેલબીઇંગ થ્રૂ કુકિંગ : ગ્લોબલ ઇનસાઇટ્સ ઇનટૂ કુકિંગ એન્જોયમેન્ટ એન્ડ ઇટિંગ ટુગેધર’ અહેવાલનાં પરિણામો દર્શાવે છે કે રસોઈ કરવાનો આનંદ અને શ્રેષ્ઠ જીવન વચ્ચે સકારાત્મક સંબંધ છે. વારંવાર સાથે બેસીને જમવાથી જીવનના અનુભવો સુધરે છે. જે લોકોએ છેલ્લા સપ્તાહમાં રસોઈ કરવાનો આનંદ લીધો, તેમના જીવનને ‘સંપન્ન’ માનવા માટે સકારાત્મક રીતે રેટિંગ આપવાની સંભાવના વધુ હતી. તેની સંખ્યા (31%) હતી.
રસોઈ કરવામાં આનંદ અનુભવનારા લોકોના જીવનમાં સફળ થવાની સંભાવના રસોઈ કરવામાં આનંદ ન મેળવનારા લોકોની સરખામણીએ 1.2 ગણી વધુ છે. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું હતું કે ભાગે સાથે જ ભોજન કરનારા લોકોનું સામાજિક નેટવર્ક મજબૂત અને સ્વાસ્થ્ય સારું રહે છે. આમ ન કરનારા લોકો કરતાં તેઓ વધુ સકારાત્મક ભાવના અનુભવે છે.
અહેવાલ અનુસાર વધુ આવક ધરાવતા દેશોમાં એકલા ભોજન કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. ત્યાં છેલ્લા સપ્તાહમાં કોઈની સાથે ભોજન કર્યું હોય તેના કરતાં સિંગલ ડાયનર્સની સંભાવના તેમના સમકક્ષો કરતાં ત્રણ ગણી વધુ હતી.
એકલા ભોજન કરનારા પોતાના સમકક્ષો (પરિચિતો સાથે ભોજન કરનારા)ની સરખામણીએ ઓછા સામાજિક સંબંધો રાખે છે. વધુ આવકવાળા દેશોમાં એકલા ભોજન કરનારા લોકોને ઇન્ડેક્સમાં 100માંથી 75 અંક મળ્યા, જે છેલ્લા સપ્તાહે ઓછામાં ઓછું એક વાર કોઈ પરિચિત સાથે ભોજન કર્યું હતું, એ લોકોના સ્કોર કરતાં 7 અંક ઓછા છે. એકલા લોકોનો હૅલ્થ ઇન્ડેક્સ પણ (65) સાથે ભોજન કરનારા લોકો (73) કરતાં ઓછો હતો.
સાથે મળીને જમવાથી સન્માનની ભાવના કેળવાય છે
વિશ્વભરના ચલણ પર ધ્યાન દઈએ તો જે લોકો સપ્તાહમાં 4 પરિજન-નજીકના લોકો સાથે ડિનર કરે છે, એ લોકો ગેલપના સકારાત્મક અનુભવ ઇન્ડક્સ પર ઊંચો સ્કોર કરે છે. એટલે તે તેઓને ખુશી, સન્માનની ભાવનાઓની અનુભૂતિ વધુ છે. તેઓની દિનચર્યામાં સારો આરામ કરવો, હસવું કે સ્મિત કરવું, કશુંક શીખવું કે કશુંક રસપ્રદ કરવું, જેવી બાબતો જોડાય છે. સાથે ભોજન કરનારાઓને ઇન્ડેક્સમાં 100માંથી 74 અંક જ્યારે ક્યારેક આવું કરનારા લોકોને 70 અંક મળ્યા. છેલ્લા 7 દિવસમાં એકલા ભોજન કરનારા લોકોને 64 અંક મળ્યા.