ન્યૂયોર્કએક કલાક પેહલા
- કૉપી લિંક
- કેશલેસ ચુકવણી માટે દાયકાઓથી ચેકનો ઉપયોગ કરાઈ રહ્યો છે
કેશલેસ ચૂકવણી માટે ચેકનો ઉપયોગ દાયકાઓથી થઈ રહ્યો છે. કોઈપણ રીતની લેવડ-દેવડ માટે ચેકને વિશ્વસનીય રીત માનવામાં આવે છે. ડિજિટલ રીતો આવવાથી ભલે ચેકનો ઉપયોગ ઓછો થયો છે, પરંતુ અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચેક ફ્રોડમાં ઝડપથી વધારો થયો છે. સ્કેમર્સ ડ્રોપ બોક્સ કે પોસ્ટ દ્વારા ચૂકવણી માટે મોકલાયેલા હસ્તાક્ષરિત ચેકની ચોરી કરી રહ્યા છે.
ચેકને સ્કેન કર્યા બાદ હસ્તાક્ષર ઉપરાંત બાકીની તમામ જાણકારીનો નાશ કરીને એક ચેકથી કેટલાએ ફ્રોડ ચેક તૈયાર કરાય છે. ઘણાં સ્કેમર્સ પોતે આ ફ્રોડ ચેકને કેશ કરાવે છે, તો કેટલાક ટેલીગ્રામ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર તેને વેંચી રહ્યા છે. ખાસ વાત એ છે કે લોકો ન માત્ર ચોરી થયેલા ચેક ખરીદી શકે છે, પરંતુ એવા બેંક ખાતાં પણ ખરીદી શકાય છે, જેમાં તેને જમા કરી શકાય છે. સાથે જ તે ખાતાંનો ઉપયોગ કરવા માટે તેની સાથે જોડાયેલા ફોન નંબર, કાર્ડ જેવી અન્ય વસ્તુઓને પણ ખરીદી શકાય છે.
ચેક ફ્રોડના આ રીતે સંગઠિત થવાના કારણે બેંક અને લોકોની સમસ્યા વધતી જઈ રહી છે. ગયા મહિને અલાબામા, બર્મિંઘમના રીજન્સ ફાઇનેન્શિયલે માન્યું કે ચેક ફ્રોડને કારણે તેને અત્યાર સુધીમાં એક હજાર કરોડનું નુકસાન થયું છે, જે આ વર્ષે બમણું થઈ જશે. ત્યારે ફ્રોડ અટકાવા બેંકની કોશિશ સતત નિર્દોષ ગ્રાહકોને પણ ગુંચવણ ઉભી કરી રહી છે. બેંક ગ્રાહકોના ખાતાંને અચાનક ફ્રીઝ કે બંધ કરી દે છે. ત્યારે, છેતરપિંડી કરનારા ઘણીવાર કોઈ પરિણામ વિના જ ગાયબ થવામાં સફળ થઈ જાય છે.
આ વર્ષે 5.4 લાખથી વધુ કેસ નોંધાવાની આશંકા
આ વર્ષે બેંકો અને ક્રેડિટ યૂનિયનો દ્વારા ચેક ફ્રોડના 5.4 લાખથી વધુ કેસ નોંધાવાની આશંકા છે. 2022ની સરખામણીએ તે 7% વધુ અને 2021થી બેગણું છે. સપ્ટેમ્બરમાં 9148 ફ્રોડ ચેકને ટેલીગ્રામ પર વેંચવાની કોશિશ કરાઈ હતી.