2 કલાક પેહલા
- કૉપી લિંક
રશિયાના કઝાન શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે 5 વર્ષ પછી બુધવાર એટલે 23 ઓક્ટોબરે દ્વિપક્ષીય વાતચીત થઈ. આ દ્વિપક્ષીય વાતચીત પછી હવે સોશિયલ મીડિયા પર શી જિનપિંગ અને પીએમ મોદીની એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ રહી છે.
આ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે પીએમ મોદી શી જિનપિંગ સાથે હેન્ડશેક કરવાની પહેલ કરે છે પરંતુ શી જિનપિંગ તેમને હાથનો ઈશારો કરીને આગળ આવવા માટે કહે છે. આ વીડિયો ક્લિપના કોલાજમાં અન્ય એક વીડિયો પણ જોવા મળી રહ્યો છે. આ ક્લિપમાં પૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ પણ શી જિનપિંગની જેમ પીએમ મોદી સાથે હાથ મિલાવતા નથી અને તેમને આગળ આવવાનું કહે છે.
- સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા આ વીડિયો ક્લિપના કોલાજને શેર કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શી જિનપિંગે પીએમ મોદી સાથે હેન્ડશેક કરવાની ના પાડી દીધી છે.
- INC ન્યૂઝ નામના વેરિફાઇડ X હેન્ડલે લખ્યું- બ્રેકિંગ ન્યૂઝઃ શી જિનપિંગે મોદીજી સાથે હેન્ડશેક કરવાની ના પાડી દીધી.( આર્કાઇવ )
INC ન્યૂઝ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટને અત્યાર સુધી 70 હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. તેને 2 હજારથી વધારે લોકો લાઇક અને 1 હજારથી વધારે રીટ્વિટ કરવામાં આવી છે.
- એક અન્ય વેરિફાઇડ યૂઝરે પણ આ દાવા અને કેપ્શન સાથે વીડિયો શેર કર્યો.
- સમીર હુડા નામના એક વેરિફાઈડ યુઝરે લખ્યું- શી જિનપિંગની આવી હિંમત કે અમારા PM સાથે હેન્ડશેક કરવાની ના પાડી દીધી.
વાઇરલ વિડીયોનું સત્ય…
શરૂઆતમાં અમે પીએમ મોદી અને શી જિનપિંગની વાઇરલ વીડિયો ક્લિપની તપાસ કરી. તપાસ દરમિયાન અમને પીએમ મોદી અને શી જિનપિંગની વાઇરલ ક્લિપ સાથે જોડાયેલો આખો વીડિયો પીએમ મોદીની જ ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર મળ્યો.
આ વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે પીએમ મોદી શી જિનપિંગ સાથે હાથ મિલાવવાની પહેલ કરે છે પરંતુ શી જિનપિંગ તેમને હાથનો ઈશારો કરીને આગળ આવવા માટે કહે છે. આ પછી જિનપિંગ અને પીએમ મોદી સેન્ટરમાં પહોંચ્યા અને એકબીજા સાથે હાથ મિલાવ્યા અને મીડિયા માટે પોઝ આપ્યા.
તપાસના આગલા તબક્કામાં, અમે વાઇરલ પોસ્ટમાં હાજર પીએમ મોદી અને ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલની વાઇરલ વીડિયો ક્લિપ્સની તપાસ કરી. સર્ચ કરવા પર અમને ધ ટ્રિબ્યુન ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર આ ક્લિપ સંબંધિત સંપૂર્ણ વિડિયો મળ્યો.
આ વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે પૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે મીડિયા સાથે વાત કર્યા બાદ પીએમ મોદીને સેન્ટરમાં આવવા માટે કહ્યું, ત્યારબાદ તેમણે પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો. આ વિડિયો 30 મે, 2017ના રોજ ધ ટ્રિબ્યુન ન્યૂઝની YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
જેથી સ્પષ્ટ છે કે પીએમ મોદીના બંને વાઇરલ વીડિયો ક્લિપને લઈને સોશિયલ મીડિયા પર જે દાવો કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે ખોટો છે . પૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પીએમ મોદી સાથે હાથ મિલાવવાની ના પાડી ન હતી.
નકલી સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @[email protected] ઇમેલ કરો અને WhatsApp- 9201776050 કરો