ગુલાબ3 કલાક પેહલા
- કૉપી લિંક
કેરેબિયન દેશ ડોમિનિકાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ આપવાની જાહેરાત કરી છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને મદદ કરવા બદલ ભારતીય વડાપ્રધાનને આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.
ભારતે ફેબ્રુઆરી 2021માં એક્સ્ટ્રાઝેનેકા COVID-19 રસીના 70 હજાર ડોઝ ડોમિનિકામાં મોકલ્યા હતા. આ રસી ડોમિનિકા અને તેના પડોશી કેરેબિયન દેશો માટે ઉપયોગી હતી. આ પુરસ્કાર ડોમિનિકાના સ્વાસ્થ્ય માળખામાં ભારતીય વડાપ્રધાનના સહયોગ માટે આપવામાં આવી રહ્યો છે.
ડોમિનિકાના પ્રમુખ સિલ્વેની બર્ટન ગયાનામાં ઈન્ડિયા-કેરીકોમ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીને એવોર્ડ અર્પણ કરશે. મોદી 19 થી 21 નવેમ્બર સુધી ગુયાનાની મુલાકાતે જશે.
આ વર્ષે 9 જુલાઈએ રશિયાએ PM મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’થી નવાજ્યા હતા. આ સન્માન મેળવનાર તેઓ ભારતમાંથી પ્રથમ અને ચોથા બિન-રશિયન વ્યક્તિ બન્યા. અત્યાર સુધી 13 દેશોએ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા છે.
રશિયા અને ભૂટા પણ આપી ચૂક્યા છે સમ્માન
આ વર્ષે જુલાઈમાં રશિયાની મુલાકાતે ગયેલા PM મોદીને રાષ્ટ્રપતિ પુતિન સર્વોચ્ચ નાગરિક સન્માન આપી રહ્યા છે.
માર્ચ 2024માં ભૂટાનના રાજા જીગ્મે વાંગચુકે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ ‘ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.