વોશિંગ્ટન ડીસી16 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને રાઇટર એશ્લે સેન્ટ ક્લેરે દાવો કર્યો છે કે તે ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કના દીકરાની માતા છે. ક્લેરે કહ્યું કે તેણે 5 મહિના પહેલા સિક્રેટલી આ બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ સેફ્ટી અને પ્રાઇવેસીના કારણે તેણે આની જાહેરાત પહેલા કરી ન હતી.
જો ક્લેરનો દાવો સાચો હોય તો આ મસ્કનું 13મું બાળક હશે. મસ્કને બે પત્નીઓ અને ત્રણ ગર્લફ્રેન્ડથી 12 બાળકો છે.
એશ્લે ક્લેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું-

5 મહિના પહેલા મેં આ દુનિયામાં એક બાળકનું સ્વાગત કર્યું. મસ્ક તેના પિતા છે. મીડિયામાં આ વાતને હાઇલાઇટ કરવામાં આવી રહી છે. હું બાળકને સુરક્ષિત વાતાવરણ આપવા માગુ છું. હું મીડિયાને અપીલ કરું છું કે તેઓ અમારા બાળકની પ્રાઇવેસીનો આદર કરે.
એશ્લે ક્લેરની પોસ્ટ – મીડિયાથી નુકસાન પહોંચી શકે છે

એશ્લે ક્લેરના X પર 1 મિલિયન ફોલોઅર્સ 26 વર્ષીય એશ્લે સેન્ટ ક્લેર એક ઇન્ફ્લુએન્સર અને રાઇટર છે. તેણે “એલિફન્ટ્સ ઓર નોટ બર્ડ્સ” નામનું પુસ્તક લખ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યૂયોર્કના સૌથી મોંઘા વિસ્તાર મેનહટનમાં રહેતી એશ્લે રૂઢિચુસ્ત વિચારોનું સમર્થન કરે છે. X પર તેના 1 મિલિયન ફોલોઅર્સ છે.
ડેઇલી મેઇલ અનુસાર, એશ્લે ક્લેર મેનહટનમાં એક વૈભવી એપાર્ટમેન્ટમાં રહે છે, જેનું માસિક ભાડું 12 થી 15 હજાર ડોલર એટલે કે લગભગ 13 લાખ રૂપિયા છે. અહીં રહેનાર લોકોએ જણાવ્યું કે એશ્લે તે શરૂઆતી લોકોમાંથી હતી, જેમની પાસે ટેસ્લા સાઇબર ટ્રક હતો.

એશ્લે સેન્ટ ક્લેર પાસે સોશિયલ મીડિયા પર ઘણા હાઇ પ્રોફાઇલ લોકો સાથેના ફોટા છે. એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલ સાથે એશલી.
મસ્ક ગયા વર્ષે તેના 12મા બાળકનો પિતા બન્યો હતો
આ દાવા પર ઈલોન મસ્કે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. મસ્ક હાલમાં ન્યુરાલિંકના મેનેજર શિવોન જિલિસલ સાથે સંબંધમાં છે. બંનેને ત્રણ બાળકો છે. તે ગયા વર્ષે જ તેના 12મા બાળકનો પિતા બન્યો.
મસ્કે પહેલા લગ્ન 2000માં કેનેડિયન લેખિકા જસ્ટિન વિલ્સન સાથે કર્યા હતા. તેનો પહેલો દીકરો, નેવાડા, 2002માં જન્મ્યો હતો અને જ્યારે તે દસ અઠવાડિયાનો હતો ત્યારે ઇન્ફેન્ટ ડેથ સિન્ડ્રોમથી મૃત્યુ પામ્યો. તેણે 2008માં વિલ્સન સાથે છૂટાછેડા લીધા.

ઈલોન મસ્ક હાલમાં ન્યુરાલિંકના એક્ઝિક્યુટિવ શિવોન ગિલિસ સાથે સંબંધમાં છે.
મસ્કે કહ્યું હતું – દુનિયામાં ઓછી વસ્તીનું સંકટ છે ઈલોને 2010માં બ્રિટિશ સ્ટાર તલ્લુલાહ રાયલી સાથે લગ્ન કર્યા. જોકે, 2012માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી, તેઓએ ફરીથી લગ્ન કર્યા. ડિસેમ્બર 2014 માં તલ્લુલાહે બીજી વખત છૂટાછેડા માટે અરજી કરી, પરંતુ તે પછીના વર્ષે અરજી પાછી ખેંચી લીધી. માર્ચ 2016માં તલ્લુલાહે ત્રીજી વખત છૂટાછેડા માટે અરજી કરી અને છૂટાછેડા લીધા. આ દંપતિને કોઈ બાળકો નથી.
મસ્ક માને છે કે વિશ્વ હાલમાં વસ્તી સંકટનો સામનો કરી રહ્યું છે અને ઉચ્ચ IQ ધરાવતા લોકોએ બાળકો પેદા કરવા જોઈએ. તેમણે 2021માં કહ્યું હતું કે જો લોકો વધુ બાળકો પેદા નહીં કરે, તો આપણી સભ્યતાનો અંત આવશે.
,
આ સમાચાર પણ વાંચો…
અમેરિકાએ કહ્યું- અમે યુક્રેનમાં કાયમી શાંતિ ઇચ્છીએ છીએ:યુરોપને કહ્યું- તમારી સુરક્ષા મજબૂત કરો, જેથી અમે અન્ય જોખમો પર ધ્યાન આપી શકીએ

જર્મનીના મ્યુનિખમાં ચાલી રહેલા સુરક્ષા પરિષદમાં શુક્રવારે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે બેઠક કરી હતી. વેન્સે કહ્યું કે અમેરિકા યુક્રેનમાં કાયમી શાંતિ ઇચ્છે છે. અમે એવી શાંતિ નથી ઇચ્છતા જેનાથી આવનારા વર્ષોમાં પૂર્વી યુરોપમાં સંઘર્ષ શરુ થાય. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…