લોસ એન્જલસ2 કલાક પેહલા
- કૉપી લિંક
કેલિફોર્નિયામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. 7 દિવસ બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસના નવા જંગલોમાં આગ લાગવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા મુજબ, બુધવાર સુધી લોસ એન્જલસની આસપાસ દક્ષિણ-પશ્ચિમ કેલિફોર્નિયાના મોટા ભાગમાં આગનો ભયંકર જોખમ છે.
યુએસ નેશનલ વેધર સર્વિસ અનુસાર, સોમવારે રાત્રે લોસ એન્જલસમાં 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે મંગળવારે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. આ આગમાં અત્યાર સુધીમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. 7 જાન્યુઆરીના રોજ લાગેલી આગને એક સપ્તાહ બાદ પણ સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન, યુએસ સંસદના નીચલા ગૃહના હાઉસ સ્પીકર, માઈક જોન્સનનું કહેવું છે કે કેલિફોર્નિયામાં પાણીની અવ્યવસ્થા થઈ છે. ત્યાંના સ્થાનિક નેતાઓ બેદરકાર હતા.
તસવીરોમાં આગની તબાહી…
પેલિસેડ્સમાં ઘણી કોલોનીઓ આગને કારણે સંપૂર્ણપણે નાશ પામી છે.
પેસિફિક પેલિસેડ્સ આગ પછી નાશ પામેલા ઘરોનો ફોટો.
પેલિસેડ્સમાં લાગેલી આગએ 23 હજાર એકરથી વધુ વિસ્તારને ઝપેટમાં લીધો છે.
આગને કારણે નુકસાનની સૌથી વધુ શક્યતા લોસ એન્જલસના પેલિસેડ્સમાં છે.
આગને કારણે ડીલરશીપની અંદર પાર્ક કરેલી કારો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આગને કારણે 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
રોયટર્સ અનુસાર, લોસ એન્જલસ (LA)માં લાગેલી આગને કારણે લગભગ રૂ. 11.60 લાખ કરોડથી રૂ. 13 લાખ કરોડ ($ 135-150 અબજ)નું નુકસાન થવાની શક્યતા છે. અહી આગ પર અમુક અંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. લોકોને માસ્ક પહેરીને રહેવાની અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ લોસ એન્જેલસ પોલીસના જણાવ્યા અનુસાર બ્રેટનવુડમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના ઘરે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
તસવીરોમાં રેસ્ક્યુ ઓપરેશન…
મેન્ડેવિલ ઘાટીમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
એપલ વેલી ફાયર ડિસ્ટ્રિક્ટની ફાયર ટીમ લોસ એન્જલસમાં આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે.
આગને વધુ ફેલાતી અટકાવવા માટે ફાયર ફાયટર જરૂરી સાધનો સાથે જંગલોમાં પહોંચી ગયા છે.
લોસ એન્જલસના એન્સિનોમાં આગ ઓલવવાનો પ્રયાસ કરી રહેલ ફાયર ટીમ.
કેલિફોર્નિયાની મદદ માટે મેક્સિકોથી ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી.
આગ પછી પાણીના હાઇડ્રેન્ટ્સ ખાલી થયા
લોસ એન્જલસ વોટર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આગ લાગતા પહેલાં કેલિફોર્નિયામાં તમામ વોટર હાઇડ્રેન્ટ્સ સંપૂર્ણ રીતે કાર્યરત હતા. આગ ઓલવવા માટે પાણીની વધુ માંગને કારણે સિસ્ટમ પર પ્રેશર વધ્યું અને જળસ્તરમાં ઘટાડો થયો.
તેના કારણે 20% વોટર હાઇડ્રેન્ટ્સને અસર થઈ. ખરેખરમાં, કેલિફોર્નિયામાં ઘણી જગ્યાએ વોટર હાઇડ્રેન્ટ્સ ખાલી થઈ ગયા છે. NYT મુજબ, રાજ્યના ગવર્નર ગેવિન ન્યૂઝોમે શુક્રવારે વોટર હાઇડ્રેન્ટમાં આટલી ઝડપથી પાણી કેવી રીતે ખતમ થઈ ગયું તેની તપાસનો આદેશ આપ્યો હતો.
રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
કેલિફોર્નિયામાં લાગેલી આગમાં અત્યાર સુધી શું-શું થયું…
- પેરિસ હિલ્ટન, ટોમ હેન્ક્સ, સ્ટીવન સ્પીલબર્ગ જેવી હોલિવૂડ સેલિબ્રિટીઓનાં ઘર સળગી ગયાં હતાં.
- ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું ઘર ખાલી કરાવવામાં આવ્યું છે.
- રાષ્ટ્રપતિ જો બાઈડને તેમની ઇટાલીની મુલાકાત રદ કરી હતી.
- ડોનાલ્ડ ટ્રમ્પે આગ માટે વર્તમાન બાઈડન સરકારને જવાબદાર ગણાવી અને કહ્યું- આ મારા માટે છોડીને બાઈડન જઈ રહ્યા છે.
- લોસ એન્જલસમાં 13 લાખ કરોડનું નુકસાન