- Gujarati News
- International
- Flooding In Africa’s Sahara Desert, PHOTO’S, Tourists Are Happy To See Water In The Dry Lake For 50 Years
મોરોક્કોઅમુક પળો પેહલા
- કૉપી લિંક
આફ્રિકાના સહારા રણમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ બાદ પૂર આવ્યું છે. મોરોક્કન હવામાન વિભાગ અનુસાર, મોરોક્કોમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આનાથી દેશમાં આખા વર્ષ દરમિયાન સરેરાશ વરસાદનો રેકોર્ડ તોડ્યો છે. મોરોક્કોની રાજધાની રાબાતથી 450 કિમી દૂર એક ગામમાં 24 કલાકમાં લગભગ 4 ઈંચ વરસાદ પડ્યો છે.
હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું કે, છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત સહારાના રણમાં આટલા ઓછા સમયમાં આટલો વરસાદ થયો છે. નાસાની ઉપગ્રહની તસવીરોમાં ઈરીકી તળાવમાં પાણી ભરાઈ રહ્યું છે, જે છેલ્લા 50 વર્ષથી સુકાઈ ગયું હતું.
સહારાના રણમાં રેતીની વચ્ચે પાણી ભરાતા તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. અગાઉ 1974માં સહારા રણમાં 6 વર્ષના દુષ્કાળ પછી વરસાદ પડ્યો હતો જે બાદમાં પૂરમાં ફેરવાઈ ગયો હતો.
સહારા રણમાં પૂરની તસવીરો…
સહારાના રણમાં આવેલા પૂરનો આ ડ્રોન ફોટો છે. અનેક જગ્યાએ પાણી દેખાય છે.
સહારા રણમાં પાણી ભરાયેલું જોઈને એક પ્રવાસી ખૂશ જોવા મળ્યો.
દક્ષિણ પૂર્વ મેક્સિકોમાં વરસાદને કારણે રણમાં એક સરોવર બની ગયું હતું. તેને જોવા માટે પ્રવાસીઓ આવ્યા હતા.
પૂરના કારણે મોરોક્કોના એક તળાવમાં તાડના વૃક્ષો પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા.
સહારાનું રણ 92 લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે, જે ભારતના ક્ષેત્રફળ કરતાં બમણું છે.
પૂરને કારણે સહારા રણમાં એક ઓએસિસ વિસ્તારમાં વિસ્તર્યું છે.
આગામી 1500 વર્ષમાં સહારાનું રણ હરિયાળું બની જશે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આગામી 1500 વર્ષમાં સહારાનું રણ હરિયાળું બની જશે. આવું એટલા માટે થશે કારણ કે આ સમય દરમિયાન પૃથ્વી તેની ધરી 22 થી 24.5 ડિગ્રી સુધી નમશે. સહારા નામ અરબી શબ્દ ‘સહરા’ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ રણ થાય છે.
સહારા રણ 92 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે ભારતના ક્ષેત્રફળ કરતા બમણું છે. તે વિશ્વનું સૌથી મોટું રણ છે જે ઉત્તર, મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના 10 દેશોમાં ફેલાયેલું છે. જેમાં માલી-મોરોક્કો, મોરિટાનિયા, અલ્જેરિયા, ટ્યુનિશિયા, લિબિયા, નાઈજર, ચાડ, સુદાન અને ઈજીપ્ત જેવા દેશોનો સમાવેશ થાય છે.
વરસાદથી બલદી શકે રણનું હવામાન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, આવા વરસાદને કારણે આવનારા કેટલાક મહિનાઓ કે વર્ષોમાં આ વિસ્તારમાં હવામાન અને તાપમાનમાં ફેરફાર થશે. વરસાદને કારણે હવામાં ભેજ વધશે જેના કારણે બાષ્પીભવન વધશે. આ કારણે ત્યાં વધુ તોફાન આવી શકે છે.
ગત મહિને મોરોક્કોમાં પૂરના કારણે 18 લોકોના મોત થયા હતા. આ પહેલા વર્ષ 2022માં અલ્જીરિયામાં હિમવર્ષા થઈ હતી, જેને સહારા રણનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. છેલ્લા 42 વર્ષમાં આ પાંચમી વખત છે જ્યારે અહીં હિમવર્ષા નોંધાઈ છે. આ પછી આ વિસ્તારનું લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી સુધી ગગડી ગયું હતું.