ટોક્યોએક કલાક પેહલા
- કૉપી લિંક
- અંતરિક્ષમાં રોકેટ મોકલવા આ ઇંધણનો ઉપયોગ થશે
- ગોબરમાંથી તૈયાર કરાયેલું ઇંધણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું હોવાનો વિજ્ઞાનીઓનો દાવો
જાપાને ગાયના ગોબરથી બનેલા ઇંધણનો ઉપયોગ કરીને રોકેટ લોન્ચ કરવામાં સફળતા મેળવી છે. દુનિયામાં પ્રથમ વખત પ્રોટોટાઇપ રોકેટ એન્જિનને ગાયના ગોબરથી બનેલા બાયોમીથેન ગેસથી લોન્ચ કરવામાં આવ્યું છે. ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીના મુખ્ય કારોબારી અધિકારી તાકાહિરો ઇનાગાવાએ કહ્યું છે કે ગાયના ગોબરથી બનેલુ આ ઇંધણ ખુબ સસ્તુ છે.
તેઓ કહે છે કે સમગ્ર દુનિયામાં આનો ઉપયોગ કરવામાં આવી શકે છે. અમે આવા પ્રયોગ કરનાર પ્રથમ ખાનગી કારોબારી છીએ. જાપાની વિજ્ઞાનીઓએ કહ્યું છે કે ગાયના ગોબરથી બનેલ આ ઇંધણ ઉંચી ગુણવત્તા ધરાવે છે. ટુંક સમયમા જ ઇંધણ અંતરિક્ષમાં રોકેટ મોકલવા માટે સમગ્ર દુનિયામાં કરવામાં આવશે.
કંપનીએ માહિતી આપતા કહ્યું છે કે જાન્યુઆરીમાં વધુ કેટલાક ટેસ્ટ કરવામાં આવશે. વિશ્વના દેશો સસ્તા ઇંધણને લઇને સંશોધન કરી રહ્યા છે ત્યારે જાપાને આ મોટી સિદ્ધી હાંસલ કરી છે. ઇંધણની ગુણવત્તાને લઇને પણ જાપાને વાત કરીને તેની પ્રાથમિકતા રજૂ કરી છે. ગાયના ગોબરથી બનેલા બાયોમીથેન ગેસનો ઉપયોગ અન્ય રોકેટ લોન્ચ માટે પણ કરવાની તૈયારી જાપાને હાથ ધરી છે.