- Gujarati News
- Business
- Forbes Removes India From Top 10 In Ranking Of World’s Most Powerful Countries, Includes This Muslim Country
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફોર્બ્સે 2025માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ભારતને ટોપ 10માંથી બહાર રાખવામાં આવ્યું છે. આ યાદી ઘણા મહત્વપૂર્ણ ધોરણો પર આધારિત છે, પરંતુ વિશાળ વસ્તી, ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ભારત જેવા દેશને બહાર રાખવાથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.
ફોર્બ્સે કહ્યું કે આ યાદી યુએસ ન્યૂઝ તરફથી તૈયાર કરવામાં આવી છે અને રેન્કિંગ માટે પાંચ મુખ્ય ધોરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદીને કોઈપણ દેશમાં તેના નેતાઓ, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય ગઠબંધન અને મજબૂત સૈન્યના આધાર પર તૈયાર કરવામાં આવી છે.
અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. જ્યારે રેન્કિંગમાં ભારતને ટોપ 10માંથી બહાર કર્યુ છે.
ભારતને બહાર રાખવા પર સવાલ ભારતની વિશાળ વસ્તી, લશ્કરી તાકાત અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને તેને આ યાદીમાંથી બહાર રાખવું આશ્ચર્યજનક છે. ભારતની ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં તેને આ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આનાથી ઘણા નિષ્ણાતો અને લોકોમાં સવાલો ઉભા થયા છે કે શું ફોર્બ્સની રેન્કિંગ પદ્ધતિ ભારતના પ્રભાવને યોગ્ય આંકવામાં નિષ્ફળ રહી છે.
રેન્કિંગ મોડેલ અને રિસર્ચ ટીમ આ રેન્કિંગ મોડલ BAV ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે WPPનું એક યુનિટ છે. આ રિસર્ચ ટીમનું નેતૃત્વ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વોર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું.
અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે ભારત જેવી ઉભરતી શક્તિઓને બાકાત રાખવાને કારણે ફોર્બ્સ ટીકાકારોના નિશાને છે.