તેલ અવીવ2 કલાક પેહલા
- કૉપી લિંક
ફ્રાન્સે આવતા મહિને યોજાનાર શસ્ત્ર પ્રદર્શનમાં સામેલ થવા અંગે ઇઝરાયલની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાયલે આ નિર્ણયની નિંદા કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઇઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ મેક્રોન વિરુદ્ધ ‘કાયદેસર અને રાજકીય’ પગલાં લેશે.
વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે બહિષ્કાર એ લોકશાહી વિરોધી પગલું છે. ખાસ કરીને જે દેશ તમારો સાથી છે, તે કોઈપણ રીતે આ સ્વીકારશે નહીં. જો કે, કાત્ઝે એ નથી જણાવ્યું કે તેઓ ફ્રાન્સની સરકાર સામે શું પગલાં લેવા જઈ રહ્યા છે.
ફ્રાન્સમાં 4 થી 7 નવેમ્બર દરમિયાન નેવલ ડિફેન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. તેના આયોજક, યુરોનેવલ સલૂને જણાવ્યું હતું કે ઇઝરાયલની કંપનીઓને ભાગ લેવાની મંજૂરી ન આપવાનો સરકારનો નિર્ણય છે. તેઓ માત્ર તેને અનુસરી રહ્યા છે. જોકે, ઇઝરાયલના પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ શકે છે.
ફ્રાન્સના આ નિર્ણયની ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલેંટે પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે મેક્રોન સરકારનો આ નિર્ણય અપમાનજનક છે.
ઇઝરાયલના વિદેશ મંત્રીએ કહ્યું કે ફ્રાન્સની સરકાર યહૂદી લોકો સામે દુશ્મનીભર્યુ વલણ અપનાવી રહી છે.
6 મહિનામાં બીજી વખત ઇઝરાયલની કંપનીઓની એન્ટ્રી રોકી છેલ્લા છ મહિનામાં બીજી વખત ફ્રાન્સે ઇઝરાયલની કંપનીઓને સંરક્ષણ મેળામાં ભાગ લેવાથી રોકી છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ અનુસાર, ફ્રાન્સે આ પહેલા જૂનમાં કર્યું હતું. ત્યારબાદ મેક્રોને ગાઝામાં યુદ્ધવિરામ માટે ઇઝરાયલને અપીલ કરી હતી, પરંતુ નેતન્યાહુએ ઇનકાર કર્યો હતો. આ પછી ફ્રાન્સે આ પગલું ભર્યું હતું.
ઇઝરાયલના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઇઝરાયલને જણાવ્યું કે ફ્રાન્સના આ નિર્ણયથી ઇઝરાયલની 7 કંપનીઓને અસર થઈ છે. નેતન્યાહુ સરકાર આ મુદ્દાને ફ્રાન્સની કોર્ટમાં લઈ જઈ શકે છે. ત્યાં, મેક્રોન પર ભેદભાવનો આરોપ લાગી શકે છે.
આ તસવીર જૂનમાં પેરિસમાં યોજાયેલા ડિફેન્સ ફેરની છે. દર વર્ષે યોજવામાં આવે છે.
ફ્રાન્સ અને ઇઝરાયેલ વચ્ચે બગડતા સંબંધો આ મહિનાની શરૂઆતમાં લેબનનમાં યુદ્ધ મામલે ફ્રાન્સ અને ઇઝરાયલ વચ્ચે મતભેદો વધ્યા હતા. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ફ્રાન્સ અમને સાથ ન આપે તો પણ અમે આ યુદ્ધ જીતી શકીએ છીએ.
નેતન્યાહુએ કહ્યું હતું-
શું ઈરાન હિઝબુલ્લાહ, હુતી અને હમાસ પર શસ્ત્ર પ્રતિબંધ લાદી રહ્યું છે? ના. તેઓ સાથે છે. એવા સમયે જ્યારે ઇઝરાયલ ઇરાનની આગેવાની હેઠળના દળો સામે લડી રહ્યું છે, ત્યારે તમામ સભ્ય દેશોએ ઇઝરાયલની સાથે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. તેમ છતાં રાષ્ટ્રપતિ મેક્રોન અને કેટલાક અન્ય પશ્ચિમી નેતાઓ હવે ઇઝરાયલને શસ્ત્રોની ડિલિવરી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. તેમને શરમ આવવી જોઈએ.
ખરેખરમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને 5 ઓક્ટોબરે કહ્યું હતું કે ઇઝરાયલને ગાઝામાં યુદ્ધ માટે હથિયાર મોકલવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ પછી સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
નેતન્યાહુના નિવેદન બાદ મેક્રોનની ઓફિસે પણ સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ ઇઝરાયલનું મિત્ર છે. જો ઈરાન અથવા તેના પ્રોક્સીઓએ હુમલો કર્યો, તો ફ્રાન્સ હંમેશા ઇઝરાયલ સાથે ઉભું રહેશે.
મેક્રોને અગાઉ દક્ષિણ લેબનનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા (UNIFIL) સૈનિકો પર ગોળીબાર કરવા બદલ ઇઝરાયલની ટીકા કરી હતી. લેબનનમાં 10 હજાર UNIFIL સૈનિકો તૈૉહેનાત છે. તેમાં 700 ફ્રેન્ચ સૈનિકો પણ છે.