18 મિનિટ પેહલા
- કૉપી લિંક
યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ફરી એકવાર તેજ બન્યું છે. ભારતીય દૂતાવાસે બુધવારે રશિયામાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. બેલોગોરોદ, કુર્સ્ક અને બ્રાયન્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય નાગરિકોને આ વિસ્તાર છોડીને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે.
ભારતીય દૂતાવાસે ભારતીયોને કહ્યું કે તેઓ કોઈપણ મદદ માટે સંપૂર્ણપણે તૈયાર છે. દૂતાવાસે એક ઈ-મેલ જારી કર્યો છે- [email protected]. એક હેલ્પલાઇન નંબર +7 9652773414 પણ જાહેર કરવામાં આવ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લગભગ અઢી વર્ષ વીતી ગયા છે. અત્યાર સુધી આ યુદ્ધ કોઈ પરિણામ સુધી પહોંચ્યું નથી. પ્રથમ વખત યુક્રેનિયન સૈનિકો રશિયન વિસ્તારમાં ઘુસ્યા છે. રશિયાના બેલોગોરોદમાં પણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
અગાઉ 8 ઓગસ્ટે કુર્સ્કમાં ઈમરજન્સી લાદવામાં આવી હતી. બેલોગોરોદના ગવર્નરે કહ્યું છે કે યુક્રેનની સેનાના બોમ્બમારાને કારણે ઘરો નષ્ટ થઈ રહ્યા છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે.
રશિયન શહેર સુદજામાં યુક્રેનની આર્મીની ગાડીઓ. બોર્ડની ડાબી બાજુએ યુક્રેન અને જમણી બાજુ રશિયા લખેલું છે.
યુક્રેનિયન સૈનિક રશિયાની ખાનગી વેગનર આર્મીના ધ્વજ પર ઊભો છે.
રશિયન સરહદ નજીક મુખ્ય માર્ગ પર યુક્રેનિયન સૈનિકો.
આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન સૈનિકોએ યુક્રેનના સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
ઝેલેન્સકીએ કહ્યું- યુક્રેનની સેના દરરોજ 2-3 કિમી આગળ વધી રહી છે
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ બુધવારે જણાવ્યું હતું કે યુક્રેનની સેના દરરોજ 2 થી 3 કિમી રશિયન વિસ્તારમાં આગળ વધી રહી છે. અમે કુર્સ્કમાં ખૂબ જ મજબૂત સ્થિતિ મેળવી છે. તેમણે એમ પણ કહ્યું કે યુક્રેનિયન સૈન્યએ કુર્સ્કમાં રશિયન Su-34 જેટને તોડી પાડ્યું હતું.
ઝેલેન્સકીએ મંગળવારે દાવો કર્યો હતો કે યુક્રેને રશિયાના 74 ગામો કબજે કર્યા છે. આ સાથે 100 રશિયન સૈનિકોને પણ બંધક બનાવવામાં આવ્યા છે. યુક્રેને 4 રશિયન એરબેઝ (વોરોનિઝ, કુર્સ્ક, સવાસલેકા અને બોરીસોગ્લેબ્સ્ક) પર મોટો ડ્રોન હુમલો કરવાનો દાવો કર્યો છે.
2 લાખ રશિયન લોકોએ તેમના ઘર છોડી દીધા
યુક્રેનની વાયુસેનાએ બુધવારે દાવો કર્યો હતો કે તેણે 17 રશિયન ડ્રોન તોડી પાડ્યા છે. બીબીસીના જણાવ્યા અનુસાર યુક્રેનના અચાનક હુમલા બાદ 2 લાખ રશિયન નાગરિકો પોતાના ઘર છોડીને ભાગવાની મજબુર થયા છે. તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
યુક્રેને 6 ઓગસ્ટે રશિયાના કુર્સ્ક વિસ્તાર પર હુમલો કર્યો હતો. તેમણે 13 ઓગસ્ટ સુધીમાં 1000 ચોરસ કિમી વિસ્તાર કબજે કર્યો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, બીજા વિશ્વયુદ્ધ બાદ આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ દેશ રશિયાની સરહદમાં યુક્રેનની સેના ઘૂસી હોય.
સીએનએન અનુસાર, યુક્રેનએ માત્ર 7 દિવસમાં રશિયાનો એટલો હિસ્સો કબજે કરી લીધો જેટલો આ વર્ષે રશિયાએ યુક્રેનિયન પ્રદેશ પર કર્યો છે. યુએસ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (ISW) અનુસાર, રશિયાએ 2024માં યુક્રેનમાં 1,175 ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કર્યો છે.
રશિયાએ દાવો કર્યો છે કે 2,300 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે
યુદ્ધ શરૂ થયાના અઢી વર્ષમાં રશિયાએ યુક્રેનના 1 લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો જમાવ્યો છે. આ યુક્રેનની કુલ જમીનના 18% છે. આ દરમિયાન રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનની આ કાર્યવાહીમાં તેના 2,300 સૈનિકો માર્યા ગયા છે. તેમની 37 ટેન્ક અને ઘણી સૈન્ય વાન નષ્ટ થઈ ગઈ છે.
પુતિને સોમવારે કુર્સ્કના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે યુક્રેનિયન હુમલાને ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યું હતું. તેણે તેના સંરક્ષણ અધિકારીઓને રશિયન પ્રદેશમાંથી યુક્રેનિયન દળોને ખદેડવાનો આદેશ આપ્યો છે.
3 દિવસ પહેલા હુમલાનો પ્લાન કરાયો હતો, સૈનિકોને 1 દિવસ પહેલા જ ખબર પડી હતી
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, યુક્રેને તેના ઓપરેશનની તૈયારીઓ ખૂબ જ ગુપ્ત રાખી હતી. તેમણે ઓક અને મેપલ જંગલોમાં ભારે શસ્ત્રો સંતાડતા હતા. સેના દ્વારા આ ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું.
યુક્રેનિયન બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ આર્ટેમે જણાવ્યું હતું કે હુમલાના ત્રણ દિવસ પહેલા જંગલમાં રસ્તાની સાઈડમાં બેઠકમાં અધિકારીઓએ જાહેરાત કરી હતી કે તેઓ રશિયા પર આક્રમણ કરશે. સૈનિકોને આ માહિતી એક દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી. અધિકારીઓએ સૈનિકોના ફોન લીધા ન હતા કારણ કે તેમને વિશ્વાસ હતો કે તેઓ તેને ગુપ્ત રાખશે.