3 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી બદર ખાન સૂરીની ધરપકડ અને વિદ્યાર્થી રંજિની શ્રીનિવાસનને કેનેડામાં ડિપોર્ટ કર્યા બાદ સરકારે આ ગાઈડલાઈન જાહેર કરી છે. ભારત સરકારે અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને અમેરિકન કાયદાઓનું પાલન કરવાની સલાહ આપી છે.
જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પોસ્ટડોક્ટરલ ફેલો બદર ખાન સૂરી પર યુએસ અધિકારીઓએ “હમાસનો પ્રોપેગેંડા” ફેલાવવાનો આરોપ લગાવ્યા છે. જ્યારે કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી રંજિની શ્રીનિવાસનના વિઝા પેલેસ્ટાઈન તરફી વિરોધમાં ભાગ લેવા બદલ રદ કરવામાં આવ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને ભારતીયોએ અમેરિકામાં ભારતીય દૂતાવાસનો કોઈ મદદ માટે સંપર્ક કર્યો નથી.
અમેરિકન કોલેજોમાં પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે અમેરિકન સરકાર કાર્યવાહી કરી રહી છે. બદર સૂરી અને રંજિની શ્રીનિવાસનને નિશાને લેતા એકેડમિશિયનમાં લેટેસ્ટ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવા વિદ્યાર્થીઓને “આતંકવાદી સમર્થક” ગણાવ્યા છે. તેમણે આવી તમામ યુનિવર્સિટીઓના ફંડમાં કાપ મૂકવા અને આવા વિદ્યાર્થીઓને અમેરિકામાંથી હાંકી કાઢવાની ધમકી આપી હતી.

અમેરિકન કોલેજોમાં પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે અમેરિકન સરકાર કાર્યવાહી કરી રહી છે.
ભારતે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે શુક્રવાર, 21 માર્ચે જણાવ્યું હતું કે વિઝા અને ઇમિગ્રેશનની બાબતો તે દેશના સાર્વભૌમ સત્તા હેઠળ આવે છે. તેમણે સૂચવ્યું કે અમેરિકાને આવી આંતરિક બાબતો પર નિર્ણય લેવાનો અધિકાર છે.
તેમણે વધુમાં કહ્યું, “અમે અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે વિદેશી નાગરિકો ભારતમાં આવે છે, ત્યારે તેઓ અમારા કાયદા અને નિયમોનું પાલન કરશે. તેવી જ રીતે અમે અપેક્ષા રાખીએ છીએ કે જ્યારે ભારતીય નાગરિકો વિદેશમાં હોય છે ત્યારે, તેઓએ સ્થાનિક કાયદા અને નિયમોનું પણ પાલન કરવું જોઈએ.”

ભારત સરકારે અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને અમેરિકન કાયદાઓનું પાલન કરવાની સલાહ આપી છે.
બ્રીફિંગમાં બોલતા, તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન પણ આપ્યું કે જો તેઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે તો યુએસમાં ભારતીય દૂતાવાસ તેમને મદદ કરશે. તેમણે કહ્યું કે અમેરિકન યુનિવર્સિટીઓમાં મોટી સંખ્યામાં ભારતીયો અભ્યાસ કરી રહ્યા છે અને સરકાર અમેરિકા સાથે શૈક્ષણિક સંબંધો મજબૂત કરવા માંગે છે.
તેમણે કહ્યું, “જો કોઈપણ ભારતીય વિદ્યાર્થીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો દૂતાવાસ તેમની સુરક્ષા (અને) સલામતી માટે મદદ કરવા માટે જ છે. જો કોઈ ભારતીય વિદ્યાર્થી મદદ માંગે છે તો અમે તેને મદદ કરીશું. ”