40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર.
જાપાનમાં સતત ઘટી રહેલી યુવાનોની જનસંખ્યાને લઇને સરકાર ઘણા સમયથી ચિંતિત છે. એવામાં સરકાર લોકોને બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરવામાં કોઇ કસર નથી છોડી રહી.
જન્મદર સુધારવા માટે જાપાનની રાજધાની ટોક્યોમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષથી ઓફિસમાં 4 કામકાજના દિવસોનો નિયમ લાગુ કરવામાં આવશે. એટલે કે, હવે લોકોએ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરવું પડશે. ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે એપ્રિલથી કર્મચારીઓ પાસે અઠવાડિયામાં ત્રણ દિવસ રજા લેવાનો વિકલ્પ હશે.
પ્રજનનદર નોંધપાત્ર રીતે બગડ્યો છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે લોકો તેમના બાળકોના ઉછેરના કારણે તેમની કારકિર્દી અધવચ્ચે જ છોડી દેવાની ફરજ પડે છે. લોકોને સંતાન ન થવા પાછળ આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોની નીતિઓને કારણે દેશનો પ્રજનનદર નોંધપાત્ર રીતે બગડ્યો છે. તેને સુધારવા માટે સ્થાનિક વહીવટીતંત્ર ઘણી નવી પદ્ધતિઓ અપનાવી રહ્યું છે. જેથી કોઈએ પોતાની કારકિર્દી છોડવી ન પડે.
ફાઈલ તસવીર.
લોકોને તેમની કારકિર્દી છોડવી નહીં પડે ગવર્નર કોઈકેએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન અમે કામ કરવાની પદ્ધતિઓમાં સુગમતા લાવશું અને સુનિશ્ચિત કરીશું કે કોઈએ બાળકને જન્મ આપવા અથવા તેની સંભાળ લેવાને કારણે તેમની કારકિર્દી છોડવી ન પડે. આ પહેલ જાપાની યુગલોમાં બાળકના જન્મના જોખમને ઘટાડવામાં પ્રોત્સાહિત કરવા માટે છે.
ટોક્યો એડમિનિસ્ટ્રેશન અનુસાર, આ સ્કીમ એવા વાલીઓ માટે પણ મદદરૂપ થશે જેમના બાળકો પ્રાથમિક શાળામાં છે, તેમને ઓછું કામ કરવાનો વિકલ્પ મળશે, જેનાથી તેમના પગારમાં પણ સંતુલિત ઘટાડો થશે.
ટોક્યોના ગવર્નર યુરીકો કોઈકેની ફાઈલ તસવીર.
જાપાનમાં જન્મદર કેટલો? ગયા વર્ષે જાપાનમાં માત્ર 727,277 જન્મ નોંધાયા હતા. એવું કહેવાય છે કે આ અછત દેશના ઓવરટાઇમ વર્ક કલ્ચરનું પરિણામ છે, જે મહિલાઓને કારકિર્દી અને કુટુંબ વચ્ચે પસંદગી કરવા દબાણ કરે છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર, જાપાનમાં લિંગ રોજગાર અસમાનતા અન્ય સંપન્ન રાષ્ટ્રોની તુલનામાં વધુ છે, જેમાં મહિલાઓની ભાગીદારી 55% અને પુરુષોની 72% છે.
ચાર દિવસીય વર્કવીકની રૂપરેખાને મે 2022માં 4 ડે-વીક ગ્લોબલ દ્વારા વૈશ્વિક સ્તરે પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવ્યું હતું. સામેલ 90%થી વધુ કર્મચારીઓએ આ શિડ્યૂલ જાળવવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી. સિંગાપોર જેવા અન્ય એશિયન દેશોએ પણ કામના કલાકો ઓફર કરવા પર ભાર મૂક્યો છે.