તેહરાન6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનમાં ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગરને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સિંગર શર્વિન હાજીપુરે સપ્ટેમ્બર 2022માં પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા મહસા અમીની અને હિજાબ વિરોધી પ્રદર્શનના સમર્થનમાં ગીત લખ્યું હતું. આ કારણે તેના પર વિરોધ પ્રદર્શનો ભડકાવવા અને સરકાર વિરુદ્ધ પ્રચાર કરવાનો આરોપ લાગ્યો હતો.
અરબ ન્યૂઝ અનુસાર, સિંગર શર્વિન હાજીપુર પર 2 વર્ષનો પ્રવાસ પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. તેને અમેરિકન હિંસા વિશે ગીત લખવા માટે પણ કહેવામાં આવ્યું છે. શર્વિને 2023માં ગીત દ્વારા સામાજિક પરિવર્તન લાવવા માટે વિશેષ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ તેને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઇડન દ્વારા આપવામાં આવ્યો હતો.
શર્વિને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા સજાની જાણકારી આપી હતી.
માનવતાનો ધર્મ શરમ અને ધમકી આપવાનો નથી
શર્વિને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા સજાની જાણકારી આપી હતી. લખ્યું- હું ન્યાય આપનારા ન્યાયાધીશનું નામ નહીં લઉં, કારણ કે તેનાથી મને ધમકી મળી શકે છે. માનવતાનો ધર્મ શરમ અને ધમકાવવો નથી. એક દિવસ આપણે એકબીજાને સમજીશું.
લોકોના ટ્વિટ પરથી ગીતના લિરિક્સ બનાવ્યા
શર્વિન હાજીપુરે 28 સપ્ટેમ્બર 2022ના રોજ સોશિયલ મીડિયા પર મહસા અમીની અને હિજાબ વિરોધી પ્રદર્શન સામે ‘બરાય’ નામનું ગીત શેર કર્યું હતું. અંગ્રેજીમાં ‘બરાય’નો અર્થ ‘ફોર’ (કોઈ માટે) થાય છે. ગીત પબ્લિશ થયાના બીજા જ દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી. ગીતના લિરિક્સ દ્વારા શર્વિને સમજાવ્યું કે ઈરાનના લોકો શા માટે સરકારની વિરુદ્ધ છે.
આ તસવીર 2023માં યોજાયેલા ગ્રેમી એવોર્ડ સમારોહની છે. જીલ બાઇડન સ્ટેજ પર ઊભા છે. શર્વિન સ્ક્રીન પર દેખાય છે.
અમેરિકન સંસ્થાએ સજાની નિંદા કરી
અમેરિકન માનવાધિકાર સંગઠન ‘પેન અમેરિકા’એ સિંગરને આપવામાં આવેલી સજાની નિંદા કરી છે. આ સંસ્થાના પ્રોજેક્ટ- પાન આર્ટિસ્ટ્સ એટ રિસ્ક કનેક્શનના ડાયરેક્ટર જુલી ટ્રિબૉલ્ટે કહ્યું – શર્વિન હાજીપુરની સજા નિરાશાજનક પગલું છે. આઝાદી માટે જે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેને દબાવવામાં આવી રહ્યો છે.
પોલીસ કસ્ટડીમાં અમીનીના મૃત્યુ બાદ ઈરાનમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. (ફાઈલ)