29 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લા 22 વર્ષોથી લંડન અને યુરોપમાં આયુર્વેદની પ્રેક્ટિસ કરતા ડૉ. રોહન પંકજ નાગરે હવે અમેરિકનોને પણ આયુર્વેદનું ઘેલું લગાડ્યું છે. અમેરિકાના પ્રખ્યાત રાષ્ટ્રીય મીડિયા હાઉસ NBC લાસ વેગાસ અને ફોક્સ શિકાગોએ ડૉ. રોહન નાગરને ખાસ આમંત્રિત કરીને તેમનો શો યોજ્યો હતો. જેમાં ડૉ. રોહન નાગરે લીવર અને ડિટોક્સ વિશે માહિતી આપી હતી. શો દરમિયાન ડૉ. રોહને લોકોને લીંબુ પાણી પીવાની અને અઠવાડિયામાં એકવાર ઉપવાસ કરવાની ટિપ્સ પણ આપી હતી. NBC લાસ વેગાસના કાર્યક્રમમાં ડો. રોહને જણાવ્યું હતું કે કેવી રીતે રજાઓમાં શરીરને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદ મદદ કરી શકે. ડૉ. રોહનના કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેના લીધે બન્ને મીડિયા હાઉસે તેમના આવા જ વધુ કાર્યક્રમનું ફરીથી આયોજન કર્યું છે.


