2 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતે હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માગ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું- અમે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ઔપચારિક રીતે આતંકી હાફિઝ સઈદને ભારતને સોંપવાની માગ કરી છે. આ માટે જરૂરી દસ્તાવેજો પાકિસ્તાન સરકારને મોકલવામાં આવ્યા છે.
તેમણે કહ્યું- તે વૈશ્વિક આતંકવાદી છે અને ભારતમાં વોન્ટેડ છે. અમે દસ્તાવેજોમાં તે તમામ કેસોનો ઉલ્લેખ કર્યો છે જેમાં હાફિઝ વોન્ટેડ છે. હકીકતમાં, 28 ડિસેમ્બરે પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારત પાસેથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માગ ઉઠાવી હતી. ભારતે આજે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાની મીડિયા ઈસ્લામાબાદ પોસ્ટના અહેવાલમાં રાજદ્વારી સૂત્રોને ટાંકીને લખવામાં આવ્યું છે કે- પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી સત્તાવાર વિનંતી મળી છે. જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

રિપોર્ટમાં દાવો- PAK ભારત પાસેથી સહયોગ માંગે છે
અહેવાલમાં જણાવાયું છે કે આ ઔપચારિક વિનંતી બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક નવું પરિમાણ ઉમેરે છે, કારણ કે ભારત સરહદ પારની ઘટનાઓમાં સામેલ લોકોને પકડવા અને ન્યાય અપાવવામાં પાકિસ્તાન પાસેથી સહયોગ માંગે છે. જો પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, તો બંને દેશોના સંબંધિત અધિકારીઓ વચ્ચે સહયોગ અને વાતચીતની જરૂર પડશે.

અમેરિકાએ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. તેના પર 83.23 કરોડ રૂપિયા (US$10 મિલિયન)નું ઈનામ પણ છે.
હાફિઝ સઈદ ક્યાં છે
હાફિઝ સઈદ હાલ જેલમાં છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સ અને પાકિસ્તાની પત્રકારોએ પણ ખુલાસો કર્યો છે કે સઈદ જેલમાં નથી, પરંતુ તેના ઘરે છે. સઈદ લગભગ ચાર વર્ષથી કોઈ જાહેર મંચ પર જોવા મળ્યો નથી.

26 નવેમ્બર 2008ના રોજ, આતંકવાદીઓ ભારતમાં મુંબઈમાં તાજ હોટલમાં પ્રવેશ્યા અને ફાયરિંગ અને વિસ્ફોટ કર્યા. આ હુમલામાં 9 હુમલાખોરો સહિત લગભગ 180 લોકો માર્યા ગયા હતા.
26/11ના હુમલા માટે 68 વર્ષની જેલ
2021માં, પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે જમાદ-ઉદ-દાવાના નેતા હાફિઝ સઈદને આતંકવાદને નાણાં પૂરા પાડવાના બે કેસમાં 32 વર્ષની જેલની સજા ફટકારી હતી. 26/11ના મુંબઈ હુમલાના આ માસ્ટરમાઇન્ડને કુલ 7 કેસમાં 68 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.