રાફા55 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ વીડિયો હમાસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આમાં તેના આતંકીઓ ઇઝરાયલના એક સૈનિકને સુરંગમાં ઢસડીને લઈ જતા દેખાય છે.
ગાઝાના રાફામાં ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસે દાવો કર્યો છે કે તેણે ઇઝરાયલના અનેક સૈનિકોને બંધક બનાવ્યા છે. શનિવારે હમાસના અલ-કાસિમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ એક રેકોર્ડેડ મેસેજ દ્વારા આ માહિતી આપી હતી. જો કે કેટલા સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેની માહિતી સામે આવી નથી.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ઉબૈદાએ કહ્યું કે હુમલાઓ વચ્ચે અમારા આતંકીઓએ યહૂદી દળો માટે એક સુરંગમાં જાળ બિછાવી હતી. તેઓ સુરંગમાં પ્રવેશ્યા કે તરત જ અમે તેમના પર હુમલો કર્યો. આ દરમિયાન, ઇઝરાયના અનેક સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘાયલ પણ થયા હતા. બાદમાં બાકીના યહૂદી દળો ત્યાંથી પીછેહઠ કરી ગયા હતા.
હમાસે એક વીડિયો પણ જાહેર કર્યો છે જેમાં તેના આતંકીઓ એક ઇઝરાયલના એક સૈનિકને સુરંગમાં ખેંચીને લઈ જતા દેખાય છે. વીડિયોમાં જવાન ખરાબ રીતે ઘાયલ છે. જો કે, આ વીડિયોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. બીજી તરફ ઇઝરાયલે હમાસના દાવાને ફગાવી દીધા છે.

વીડિયોના એક ભાગમાં ઇઝરાયલી સૈનિકોના યુનિફોર્મ અને હથિયારો પણ જોવા મળ્યા હતા. હમાસે દાવો કર્યો છે કે તેણે ઘણા સૈનિકોને બંધક બનાવ્યા છે.
હમાસની અલ-કાસિમ બ્રિગેડે પણ ઇઝરાયલની ટેન્ક પર હુમલો કર્યો
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ રવિવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે હમાસે કોઈ સૈનિકનું અપહરણ કર્યું નથી. હમાસની અલ-કાસિમ બ્રિગેડે એવો પણ દાવો કર્યો છે કે તેણે ઉત્તર ગાઝાના જબાલિયા વિસ્તારમાં ઇઝરાયલની મેરકાવા 4 ટેન્ક પર હુમલો કર્યો છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા, હમાસે કહ્યું કે તેણે અલ-યાસીન 105 રોકેટથી ટેન્ક પર હુમલો કર્યો. હમાસના આ બંને નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે ઇઝરાયલે શનિવારે ફરી એકવાર હમાસ સાથે યુદ્ધવિરામ માટે વાત કરવાની ઓફર કરી છે.
આ બાબતની જાણકાર વ્યક્તિએ રોઇટર્સને જણાવ્યું હતું કે હાલમાં જ ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદના વડા અમેરિકાના CIAના વડા અને કતારના વડાપ્રધાનને મળ્યા હતા. આ પછી નક્કી થયું કે યુદ્ધવિરામ પર ચર્ચા આવતા સપ્તાહે શરૂ થશે. રોયટર્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે યુદ્ધવિરામ વાટાઘાટો દરમિયાન ઇજિપ્ત, કતાર અને અમેરિકા મધ્યસ્થીની ભૂમિકા ભજવશે.
ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 36 હજાર પેલેસ્ટાઈનના મોત થયા છે
ઇઝરાયલ સતત રાફાના અલગ-અલગ વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, શનિવારે ઈઝરાયલે ખિરબેત અલ-અદાસ વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો. મિસાઈલ કિશ્તા પરિવારના ઘર પર પડી હતી. આ હુમલામાં એક બાળક સહિત છ પેલેસ્ટાઈનના મોત થયા હતા.
7 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 5 હજાર 900 પેલેસ્ટિનિયોના મોત થયા છે, જ્યારે 80 હજારથી વધુ ઘાયલ થયા છે. રાફા પર હુમલા બાદ 8 લાખ લોકોએ શહેર છોડી દીધું છે. રાફા પરનો હુમલો હમાસ સામે ઇઝરાયલના યુદ્ધનું છેલ્લું પગલું છે.
ખરેખરમાં, ઇઝરાયલની દલીલ છે કે તેઓ અત્યાર સુધીમાં હમાસની 24 બટાલિયનને નષ્ટ કરી ચૂક્યા છે. પરંતુ હજુ પણ 4 બટાલિયન રાફામાં છુપાયેલી છે. તેમને દૂર કરવા માટે, રાફામાં ઓપરેશન હાથ કરવું જરૂરી છે.

રાફામાં ઇઝરાયલના હુમલાઓ વચ્ચે કાટમાળ નીચે તેમના પ્રિયજનોને શોધી રહેલા પેલેસ્ટિનિયન.
અલ-કાસિમ બ્રિગેડ શું છે, જેના આતંકીઓ પાઇપમાંથી રોકેટ બનાવે છે?
મોહમ્મદ દેઈફ હમાસની મિલિટરી વિંગ અલ-કાસિમ બ્રિગેડનો ચીફ છે જેને અત્યંત ક્રૂર માનવામાં આવે છે. તે 7 ઓક્ટોબર ઇઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. અલ કાસિમ બ્રિગેડની રચના 1991માં કરવામાં આવી હતી. તેનું નામ પેલેસ્ટિનિયન મુજાહિદ્દીન ઇઝી અલ-દિન અલ-કાસિમના નામ પરથી રાખવામાં આવ્યું છે.
અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી CIA અનુસાર, અલ-કાસિમના આતંકીઓ હથિયાર બનાવવાનું જાણે છે. તેઓ હુમલામાં સૌથી વધુ રોકેટ અને ડ્રોનનો ઉપયોગ કરે છે. આ આતંકીઓ રોકેટ અને IED બનાવવામાં નિપુણતા ધરાવે છે. અલ-કાસિમ બ્રિગેડના લડવૈયાઓ પાઇપમાંથી રોકેટ બનાવે છે.
1994થી 2000 સુધી, અલ કાસિમ બ્રિગેડ્સે ઇઝરાયલીઓ સામે ઘણા મોટા હુમલાઓ કરવાની જવાબદારી સ્વીકારી. તેમજ, ઇઝરાયલની સેનાએ 2005માં ગાઝા પટ્ટીમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચ્યા ત્યારથી, ઇઝરાયલે ગાઝામાં 6 મોટા હુમલાઓ કર્યા છે. અલ-કાસિમ ચીફ અહેમદ જબારી 2012માં આવા જ એક મોટા હુમલામાં માર્યો ગયો હતો.