બેરૂત/તેલ અવીવ31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલની સેનાએ લેબનનના મારૂન અલ-રાસમાં ઇરાન ગાર્ડન પાર્કના ખંડેર પર ઇઝરાયલનો ધ્વજ લહેરાવ્યો છે.
લેબનનમાં ઇઝરાયલના હુમલા વચ્ચે હિઝબુલ્લાએ સીઝફાયરની માંગ કરી છે. CNNના અહેવાલ મુજબ, આ પ્રથમ વખત છે કે જ્યારે હિઝબુલ્લાએ જાહેરમાં સીઝફાયરનું સમર્થન કર્યું છે અને ગાઝામાં યુદ્ધને રોકવાની કોઈ શરત પણ રાખી નથી.
હમાસને ટેકો આપતા હિઝબુલ્લાએ ગયા વર્ષે 8 ઓક્ટોબરે ઇઝરાયલ પર એરસ્ટ્રાઈક કરી હતી. હિઝબુલ્લાહના નાયબ ચીફ નઈમ કાસિમે મંગળવારે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા પર ભાષણ આપ્યું હતું.
કાસિમે કહ્યું કે હિઝબુલ્લાહ લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરી દ્વારા સીઝફાયરના પ્રયાસોનું સમર્થન કરે છે. એકવાર સીઝફાયર થશે પછી અન્ય બાબતો પર ચર્ચા થશે. હિઝબુલ્લાએ અગાઉ કહ્યું હતું કે તે ગાઝામાં સીઝફાયર થશે ત્યારે જ ઇઝરાયલ પર હુમલા બંધ કરશે.
આ પહેલા નઈમ કાસિમે 30 સપ્ટેમ્બરે ભાષણ આપ્યું હતું. જેમાં તેણે ઈઝરાયેલ સાથે યુદ્ધ ચાલુ રાખવાની વાત કરી હતી.
ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધની તસવીરો…
ઇઝરાયલની સેનાએ મંગળવારે બૈરૂતના દક્ષિણ વિસ્તારોમાં હુમલો કર્યો હતો.
લેબનનના દહિયામાં ઇઝરાયલની સેનાના હુમલા બાદ ધુમાડાના ગોટેગોટા દેખાય છે.
ઇઝરાયલના ઉત્તર વિસ્તારમાં હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઘણા મકાનોને નુકસાન થયુ હતું. સ્થાનિક લોકો તેનું સમારકામ કરતા જોવા મળ્યા હતા.
લાઈવ અપડેટ્સ
31 મિનિટ પેહલા
- કૉપી લિંક
WHOએ કહ્યું- ગાઝામાં 6% લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) મંગળવારે કહ્યું કે ઇઝરાયલ-હમાસ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થયા બાદ ગાઝામાં રહેતા 6% લોકો ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. WHOએ કહ્યું કે હજુ પણ ઓછામાં ઓછા 10 હજાર લોકો કાટમાળ નીચે ફસાયેલા છે.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર એક વર્ષમાં લગભગ 42,000 લોકો માર્યા ગયા છે. ઘાયલોની સંખ્યા લગભગ 98,000 આસપાસ છે.
37 મિનિટ પેહલા
- કૉપી લિંક
પઝશિકયાને કહ્યું- જે લોકો માનવાધિકારની વાત કરે છે તેઓ ઇઝરાયલ પર ચૂપ છે
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશિકયાને ઇઝરાયલ પર યુદ્ધના નિયમોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો. પઝશિકયાને કહ્યું કે ઇઝરાયલની સેના મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પર અંધાધૂંધ હુમલા કરી રહી છે. તેમણે અમેરિકા અને યુરોપની ટીકા કરતા કહ્યું કે તેઓ ‘હિંસક સરકાર’નું સમર્થન કરી રહ્યા છે.
ઈરાનના રાષ્ટ્રપતિની આ તસવીર 2 ઓક્ટોબરની છે જ્યારે તેઓ કતારમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.
45 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલના રક્ષા મંત્રીએ અમેરિકાની મુલાકાત ટાળી
ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગેલેંટે તેમની અમેરિકાની મુલાકાત મુલતવી રાખી છે. તેઓ બુધવારે રવાના થવાના હતા. CNN મુજબ ઇઝરાયલના અધિકારીઓએ કહ્યું કે પીએમ નેતન્યાહૂએ તેમને આમ કરવા કહ્યું હતું.
રિપોર્ટ અનુસાર, ગેલેંટે પોતાનો અમેરિકન પ્રવાસ મુલતવી રાખવા પાછળ બે કારણો છે. નેતન્યાહુ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન સાથે વાત કર્યા બાદ જ પોતાના સંરક્ષણ મંત્રીને ત્યાં મોકલવા માંગે છે. બાઈડન અને નેતન્યાહુ વચ્ચે 6 અઠવાડિયાથી કોઈ વાતચીત થઈ નથી.
આ સિવાય રક્ષા મંત્રીની અમેરિકા યાત્રા સ્થગિત કરવા પાછળનું કારણ પણ કેબિનેટ બેઠક છે. ઈરાન પર ઇઝરાયલના હુમલા મામલે કેબિનેટમાં મતદાન થવા જઈ રહ્યું છે. નેતન્યાહુ ઇચ્છે છે કે ગેલેંટ ભાગ લે.
50 મિનિટ પેહલા
- કૉપી લિંક
નેતન્યાહૂએ કહ્યું- લેબનનના ગાઝા જેવા હાલ થશે
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ લેબનીઝ લોકોને ચેતવણી આપી હતી. નેતન્યાહુએ કહ્યું કે તેઓ હિઝબુલ્લાહ સામેના તેમના હુમલાને વધુ તીવ્ર કરવા જઈ રહ્યા છે, જેનાથી લેબનના પણ ગાઝા જેવા હાલ થઈ શકે છે.
નેતન્યાહુએ મંગળવારે લેબનીઝ લોકોને સંબોધન કરતા એક વીડિયોમાં કહ્યું, ખ્રિસ્તીઓ, મુસ્લિમો, સુન્નીઓ અને શિયાઓ, તમે બધા લેબનનમાં હિઝબુલ્લાહના બિનજરૂરી યુદ્ધને કારણે પીડાઈ રહ્યા છો. તમારી પાસે લેબનનને બચાવવાની તક છે. અન્યથા આ વિસ્તારને ઘેરી લેવામાં આવશે લાંબા સમય સુધી યુદ્ધમાં ઘેરાઈ જશે.
યુએન અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે ઇઝરાયલ લેબનનમાં તે જ પેટર્નને અનુસરી રહ્યું છે જે રીતે તેણે ગાઝામાં કર્યું હતું. ગાઝાની જેમ લેબનનમાં પણ લોકોને ઘર છોડીને ભાગવું પડ્યું છે.
56 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલના સૈનિકોએ લેબનનમાં ધ્વજ ફરકાવ્યો
CNN મુજબ લેબનનના મેરૂન અલ-રાસમાં ઈરાન ગાર્ડન પાર્કના ખંડેર પર ઇઝરાયલના સૈનિકોએ પોતાનો ધ્વજ લહેરાવ્યો છે. જો કે, આ ધ્વજ ક્યારે લગાવવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી. આ પહેલા મંગળવારે ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે તેણે મેરુન અલ-રાસ વિસ્તારમાં હિઝબુલ્લાહના વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું છે.
58 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાએ ઈરાન સાથે સીઝફાયર માટે વાતચીત શરૂ કરી
ઇઝરાયલ ટેલિવિઝન-12 અનુસાર, અમેરિકા અને આરબ દેશોએ ઈરાન સાથે મિડલ ઈસ્ટમાં સીઝફાયર માટે વાતચીત શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર ઇઝરાયલ હાલમાં આ વાતચીતમાં સામેલ નથી. જો કે ઇઝરાયલને આ અંગે જાણ કરવામાં આવી છે. ઇઝરાયલે યુદ્ધવિરામ પર પોતાના વલણ વિશે કંઈ કહ્યું નથી.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, ઈઝરાયલ ગાઝામાંથી બંધકોને મુક્ત કર્યા પછી પણ હમાસ પર હુમલા ચાલુ રાખવા માંગે છે, જો કે હમાસ આ માટે તૈયાર નથી. હમાસ સીઝફાયર માટે ગાઝામાંથી ઇઝરાયલના સૈનિકો પાછા ખેંચવાની માંગ કરી રહ્યું છે.
59 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલની સેનાએ લેબનનમાં ચોથી ડિવિઝન તહેનાત કરી
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે મંગળવારે પણ યુદ્ધ ચાલુ રહ્યું હતું. ઇઝરાયલની સેનાએ લેબનનમાં ગ્રાઉન્ડ ઓપરેશનને વધુ તીવ્ર બનાવીને ચોથી ડિવિઝનને તહેનાત કરી છે. અગાઉ હિઝબુલ્લાએ કહ્યું હતું કે લેબનનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યા પછી ઇઝરાયલના સેના આગળ વધી શકી નથી.
59 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલે સીરિયામાં એરસ્ટ્રાઈક કરી, 7ના મોત
આ દરમિયાન ઇઝરાયલે ફરી એકવાર સીરિયાની રાજધાની દમાસ્કસ પર એરસ્ટ્રાઈક કરી છે, જેમાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 11 ઘાયલ થયા છે. અલજઝીરા અનુસાર, ઇઝરાયલની સેનાએ દમાસ્કસમાં રહેણાંક મકાન પર એરસ્ટ્રાઈક કરી હતી.