- Gujarati News
- International
- If Caught In A Flood, The Car Can Float For 30 Minutes, 360 Degree Turn On The Spot; Steering Will Give The Feeling Of Video Game Control
પેરિસ2 કલાક પેહલા
- કૉપી લિંક
- ઇનોવેટિવ ટૅક્્નોલોજી અને યુનિક ફીચર્સવાળી કાર લોન્ચ, ઊર્જાને ગ્રીડમાં પાછી મોકલી શકશે
કારમાં ફરતી વખતે પૂરમાં ફસાઈ જાઓ અને કાર તરવા લાગે… કે પછી ફૂટબૉલ ગ્રાઉન્ડ જેટલા અંતરથી આગળની સ્થિતિ જાણી શકાય, એવું શક્ય છે! પેરિસ મોટર શૉમાં આ વખતે આવી જ ઇનોવેટિવ ટૅક્્નોલોજી સાથેની કાર લોન્ચ કરાઈ છે. યુરોપના આ ઑટો શૉમાં 200 કાર કંપની પોતાની કાર શૉકેસ કરી રહી છે. ઈવીનો દબદબો યથાવત્ છે. જાણો આ વખતે શું નવીન છે…
એક્સપેંગ પી7 પ્લસ : વિશ્વની પ્રથમ AI પાવર્ડ કાર ચીનની એક્સપેંગે પી7+ સેડાન (ઈવી) લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ વિશ્વની પ્રથમ એઆઇ કાર છે. સૌથી મોટી ખાસિયત ઇગલ આઇ વિઝન છે. જે આ પરંપરાગત કૅમેરાની સરખામણીએ વધુ સચોટ, સ્પષ્ટ, લાંબા અંતરેથી માહિતી એકઠી કરે છે. આ સિસ્ટમ બે માનક ફૂટબૉલ ગ્રાઉન્ડ જેટલો વિસ્તાર આવરી લે છે.
યાંગવાંગ યૂ8 : ડ્રોન ફીચરથી દૂરની વસ્તુઓ જાણી શકાશે ચીનના બીવાયડીએ યાંગવાંગ યૂ 8 પ્લસ ઇન હાઇબ્રિડ એસયુવી રજૂ કરી છે. પૂરમાં ફસાવાની સ્થિતિમાં આ 30 મિનિટ સુધી તરી શકે છે. સાઇડવે પાર્કિંગ સરળ થાય છે. સ્પોટ પર જ 360 ડિગ્રી ટર્ન કરવામાં સક્ષમ છે. રાત્રે ચલાવવા માટે થર્મોગ્રાફિક કૅમેરા અને સેટેલાઇટ ફોન અને દૂરની વસ્તુઓ જાણવા માટે ડ્રોન પણ છે.
રેનો 4ઈ-ટૅક્ ઈવી : બહારનાં ઉપકરણો પણ ચાર્જ કરશે 1961થી 1994 વચ્ચે 100 દેશમાં વેચાતી રેનો 4 ઈવી તરીકે ધમાકેદાર રીતે પાછી ફરી છે. તેમાં 26 ડ્રાઇવર અસિસ્ટેડ ફીચર છે. ચેટ જીપીટી ઓપરેટેડ રેનો વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સ્માર્ટ વૉઇસ કન્ટ્રૉલ કરે છે. બાય- ડાયરેક્શનલ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બહારનાં ઉપકરણોને એનર્જી આપવા સાથે ગ્રીડમાં પાછી પણ મોકલી શકે છે.
ઇન્સેપ્શન : લંબચોરસ સ્ટિયરિંગ ડ્રાઇવિંગનો અનુભવ બદલશે પ્યૂજોએ કોન્સેપ્ટ કાર ઇન્સેપ્શનમાં હાઇપરસ્ક્વેર સ્ટિયરિંગ આપ્યું છે. લંબચોરસ આકારનું સ્ટિરિંગ વીડિયો ગેમ કન્ટ્રોલર જેવું છે. ડિઝાઇનમાં યુવાનોનું ધ્યાન રખાયું છે. ઇન્ટિરિયરમાં વેલ્વેટ અને થ્રીજી પેટર્નનો સુલભ સમન્વય છે. ફેબ્રિક અને ફ્લોરિંગ 100% રિસાઇકલ્ડ પોલિયેસ્ટર વેલ્વેટથી બનેલું છે.