વોશિંગ્ટન2 કલાક પેહલા
- કૉપી લિંક
- ભારતમાં આશંકા 19 %, ચીનમાં 26 % : શોધ
જો તમારા પતિ અથવા તો પત્નીને હાઇ બીપી છે તો પોતાની પણ ચકાસણી કરાવી લેવાની જરૂર છે કારણ કે તમને પણ બ્લડપ્રેશરની બીમારી થઇ શકે છે. જર્નલ ઓફ ધ અમેરિકન હર્ટ એસોસિયેશનમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો દંપતી પૈકી કોઇ એકને હાઇ બીપી છે તો બીજાને પણ વહેલી તકે હાઇ બીપી થવાની આશંકા રહે છે.
ભારત-ચીન સહિત દુનિયાના ચાર દેશોના લોકોને આવરી લઇને કરવામાં આવેલા સંશોધન મુજબ દુનિયાભરમાં વધી રહેલા બીપીના દર્દીઓમાં સૌથી વધારે એ લોકો છે જેના સાથીને હાઇ બીપી છે. આમાં પણ પુરુષોથી વધારે મહિલાઓને ખતરો છે. જે મહિલાઓ હાઇ બીપીના દર્દીઓ સાથે લગ્ન કરે છે તેમને બીપી થવાની શક્યતા વધી જાય છે.
ભારતમાં આની આશંકા 19 ટકા અને ચીનમાં 26 ટકા છે એટલે કે દરેક ચોથી મહિલાને પતિના કારણે બીપીની બીમારી થઇ છે. અમેરિકામાં અડધાથી વધુ લોકો બીપીના દર્દી છે. હાઇ બીપીની જાણ ન થવી વધુ ખતરનાક છે હાઇ બીપીની બીમારીને દુનિયાભરમાં સૌથી ખતરનાક સાઇલન્ટ કિલર તરીકે જોવામાં આવે છે