- Gujarati News
- International
- If You Are Surrounded By Many Things At Once, Sit Quietly And Experience The Atmosphere, Don’t Let Problems Overwhelm You, Seek Help From Loved Ones.
વોશિંગ્ટન2 કલાક પેહલા
- કૉપી લિંક
ભૂતકાળમાં તમે વીકેન્ડ કે રજાઓનું આયોજન કરતી વખતે કે પછી સુપરમાર્કેટમાં કોઈ વસ્તુની ખરીદી પર અથવા માતા-પિતા સાથે જોડાયેલા પડકારોથી તણાવ અનુભવ્યો છે…? ‘ગેસલાઇટિંગ, ટ્રોમા, ટોક્સિક અને ટ્રિગર’ જેવા શબ્દો પછી હવે ‘ઓવરસ્ટિમ્યુલેટેડ’ ટ્રેન્ડ કરી રહ્યો છે. ટેનેસી યુનિવર્સિટીના ચીફ વેલનેસ ઓફિસર ડૉ. જેસી ગોલ્ડના મતે આ એવી સ્થિતિ છે જ્યારે લોકો એક સાથે ઘણી બધી વસ્તુઓથી ઘેરાયેલા હોય છે અને વધુ પડતો બોજ અનુભવતા હોય છે. મગજ એક સાથે મેળવેલી બધી સંવેદનાત્મક માહિતીને પ્રોસેસ નથી કરી શકતું.
સ્થિતિની ઓળખ : મનોવૈજ્ઞાની નાઓમી મેકીનું કહેવું છે ભાવનાત્મક દબાણ હેઠળ વ્યક્તિ કોઈ પણ સંવેદનાત્મક અનુભવને વાસ્તવિકતા કરતાં વધુ તીવ્રતાથી અનુભવે છે. જે અભિભૂત થવાથી અલગ છે, જે ચિંતાને કારણે થતી ભાવનાત્મક પ્રતિક્રિયા છે. જાણો તમે કઈ સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યા છો.
ભાવનાત્મક દબાણ પણ : માતૃત્વના સ્વાસ્થ્ય નિષ્ણાત કેટલિન સ્લેવેન્સનું કહેવું છે કે પહેલીવાર માતા-પિતા બનેલાં યુગલો સતત ઘોંઘાટ, ઊંઘનો અભાવ અને જવાબદારીઓથી ઘેરાયેલાં હોય છે. તેમનો માનસિક થાક પણ આ શ્રેણીમાં આવે છે. સામાન્ય લોકો પણ આવું દબાણ અનુભવે છે.
ગ્રાઉન્ડિંગ ટેક્નિકો અજમાવો: ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાની એરિએલા વાસરમેનનું કહેવું છે કે શાંત જગ્યાએ બેસી તમારી પાંચ ઇન્દ્રિયો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા શરીરમાં બનતી ઘટનાઓ પર ધ્યાન આપો, જેમ કે રૂમમાં લાઇટ્સ, સુગંધ સૂંઘવી, અથવા કોઈ ચિત્ર જોવું. ફક્ત એક ઇન્દ્રિયને સક્રિય કરીને તમે એકસાથે બનતી ઘણી વસ્તુઓથી અલગ થઈ શકો છો.
શરીરનું તાપમાન ઘટાડો: કેટલિનનું કહેવું છે કે જો તમે ખૂબ તણાવમાં છો તો તમારા માથા પર ઠંડુ પાણી રેડો. તમે તમારા ગળું, કાંડા અને હાથ નીચે બરફનો ટુકડો અથવા ઠંડી પટ્ટી મૂકી શકો છો. તાપમાન ઘટાડવાથી વેગસ નર્વ સક્રિય થાય છે, જે હૃદયના ધબકારા અને શ્વાસ લેવાની ગતિ ધીમી કરે છે, જેનાથી શાંતિ મળે છે.
તમારા હાથને વ્યસ્ત રાખો: ડો. નાઓમી જણાવે છે કે ફિજેટ સ્પિનર, બબલ ફિજેટ પોપર, સ્ટ્રેસ બોલ્સ વગેરે જેવાં સાધનો આ સ્થિતિનો સામનો કરવામાં મદદરૂપ થઈ શકે છે. ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ફક્ત ગેજેટની સંવેદનાઓ અને પુનરાવર્તિત હલનચલન પર ધ્યાન કેન્દ્રિત કરો.
થોડા સમય માટે વિરામ લો: મનોવિજ્ઞાની રાયન ફુલરનું કહેવું છે, જો તમને વધુ આવેગનો અનુભવ થઈ રહ્યો હોય તો પરિસ્થિતિથી દૂર ચાલ્યા જવામાં કંઈ ખોટું નથી. ટેક્નોલોજીથી દૂર રહો. જો તમે ઘરે હોવ તો તમારા જીવનસાથીને જણાવો કે માહોલથી દૂર રહેવું કેમ મહત્ત્વપૂર્ણ છે.
તમારા પ્રિયજનો પાસેથી મદદ લો: ડૉ. જેસીનું કહેવું છે, સમસ્યાનો સામનો એકલા ન કરો. તમારા જેવા લોકો સાથે જોડાઓ. જો સમસ્યા હજુ પણ ચાલુ રહે તો વ્યાવસાયિક મદદ લેવામાં અચકાશો નહીં