2 કલાક પેહલા
- કૉપી લિંક
PSL 2024ની ફાઈનલ મેચ ઈસ્લામાબાદ યુનાઈટેડ અને મુલ્તાન સુલ્તાન વચ્ચે રમાઈ હતી. નેશનલ બેંક ક્રિકેટ એરેના, કરાચી ખાતે યોજાયેલી આ મેચમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ પાકિસ્તાન સુપર લીગની ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચ દરમિયાન ઈસ્લામાબાદ યુનાઈટેડનો ખેલાડી ઈમાદ વસીમ ડ્રેસિંગ રૂમમાં ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો. તેનો ધૂમ્રપાન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. ઇમાદ વસીમે ફાઇનલ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી.