- Gujarati News
- International
- In America And Britain, The Custom Of Drinking Tea Together Returned, With Tea Corners Becoming Centers Of Meeting And Gossip.
ન્યૂયોર્ક18 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ચાના રસિકો પસંદગીની ચા માટે કપદીઠ 4 હજાર રૂપિયા ચૂકવી રહ્યા છે
અમેરિકા અને બ્રિટનનાં શહેરોમાં વ્યસ્ત અને સંઘર્ષપૂર્ણ જીવન વચ્ચે હવે સાથે બેસીને ચા પીવાનો રિવાજ પરત ફર્યો છે. જે લોકોમાં એક આનંદપ્રદ લાગણી તરીકે લોકપ્રિય બન્યું છે. હવે હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં ચા નવી ફ્લેવર અને કલરમાં પીરસવામાં આવી રહી છે. ન્યૂયોર્કના બ્રુકલિન હાઈ લાૅમાં એક એવું ચા સલૂન છે જ્યાં લોકો 75 મિનિટ રોકાય છે અને ‘ક્લાસિક’’ ચા માટે 48 ડૉલર (લગભગ 4 હજાર રૂપિયા) ચૂકવે છે.
બીજી તરફ લોસ એન્જલસમાં આ પ્રકારની ચાની દુકાનો કે રેસ્ટોરાં લોકપ્રિય બની રહી છે, જ્યાં બપોરે માત્ર મહિલાઓને જ ચા પીરસવામાં આવે છે. મેનહટન અને જ્યોર્જિયામાં પણ ચા સલૂન લોકોને આકર્ષી રહ્યાં છે. કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટમાં ચાની અલગ વ્યવસ્થા છે. લેડી મેન્ડમ ટી શોપમાં આવતી 31 વર્ષીય ચેઓન્ગે જણાવ્યું હતું કે અહીંની સજાવટ અને માહોલ મને ચા પીવા મજબૂર કરે છે. અહીં વિવિધ ફ્લેવરની ક્રીમ ટી લોકપ્રિય છે.
ન્યૂયોર્ક અને લોસ એન્જલસમાં એક ડઝનથી વધુ સ્થળો પર બપોરના સમયે ચા સર્વિસ મુખ્ય આકર્ષણ છે. કેલિફોર્નિયાના પાસાડેનામાં રોઝ ટ્રી કોટેજમાં સેન્ડવીચ અને ટોફિનો હલવો સાથે ચા પીરસે છે. બીજી તરફ એલિસ ટી કપના ત્રણ ન્યૂયોર્ક સ્થાનોની થીમ ‘એલિસ ઇન વન્ડરલેન્ડ’’ છે. ‘એ સોશિયલ હિસ્ટ્રી ઓફ ટી’’ના સહ-લેખક અને 30 વર્ષથી ચાના વ્યવસાયમાં સંકળાયેલા બ્રુસ રિચર્ડસન જણાવે છે કે માત્ર અમેરિકામાં જ નહીં, બ્રિટનમાં પણ યુવાનો હવે ચાને પસંદ કરવા લાગ્યા છે.
ચાના બહાને માનવતાને જોડવાનો પ્રયાસ
1840ના દાયકામાં ધનિક અંગ્રેજોમાં બપોરે ચા પીવી એ એક પરંપરા બની ગઈ હતી અને આજે યુવાનોમાં લોકપ્રિય બની રહી છે. રિચર્ડસનનું કહેવું છે કે વાસ્તવમાં ચાના નામે આપણે માનવતાને જોડવાનો પ્રયાસ કરીએ છીએ, જે આધુનિકતામાં ક્યાંક ગાયબ થઈ રહી હતી.