32 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશમાં અધિકમાસ વચ્ચે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ વચ્ચે યુનુસ સરકારે ભારત પર પાયાવિહોણા આરોપ કર્યા છે. જોકે ભારતે આ આક્ષેપનો જડબાતોડ જવાબ આપ્યો છે.
બાંગ્લાદેશમાં એવી અફવા છે કે ત્રિપુરામાં ડામ્બુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે. આ સાચું નથી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી.
મંત્રાલયે કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી ગોમતી નદીની આસપાસના વિસ્તારમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે. જેના કારણે બંને પક્ષે સમસ્યા સર્જાઈ છે. બંને દેશો વચ્ચે નદીઓમાં પૂર આવવું એ એક સામાન્ય સમસ્યા છે, જેની સાથે બંને દેશોના લોકોને સંઘર્ષ કરવો પડે છે. આનો સામનો કરવા માટે બંને દેશોના સહયોગની જરૂર છે.
મંત્રાલયે એમ પણ કહ્યું કે, ડામ્બુર ડેમ બાંગ્લાદેશ સરહદથી 120 કિલોમીટરથી વધુ દૂર છે. આ નીચી ઊંચાઈ (લગભગ 30 મીટર) ડેમ છે, જે વીજળી ઉત્પન્ન કરે છે અને તે વીજળી ગ્રીડમાં જાય છે જેમાંથી બાંગ્લાદેશને પણ ત્રિપુરામાંથી 40 મેગાવોટ વીજળી મળે છે.
5 ફૂટેજમાં જુઓ બાંગ્લાદેશમાં પૂર…
ઢાકા-ચિટગોંગ હાઈવે પર પૂરના પાણી વહી રહ્યાં છે. લોકો દોરડાના સહારે રોડ ક્રોસ કરી રહ્યા છે.
ચટગાંવના ફેની વિસ્તારમાં પૂરના પાણી લોકોનાં ઘરોમાં ઘૂસી ગયાં.
રસ્તા પર પાણીનો જોરદાર પ્રવાહ છે. લોકો દોરડું પકડીને રસ્તા પર ચાલી રહ્યા છે. ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
પૂરમાં બાળકને ખોળામાં લઈ જતો વ્યક્તિ. ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
પૂરના ભયંકર ધોવાણને કારણે માર્ગને નુકસાન થયું છે. ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
બાંગ્લાદેશના 12 જિલ્લામાં પૂર, ભારત પર આરોપ
હકીકતમાં બાંગ્લાદેશમાં 12 જિલ્લામાં ભારે પૂર આવ્યું છે. દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે. સેંકડો ઘરો પાણીમાં ડૂબી ગયાં છે અને લોકો ધાબા પર ફસાયા છે. બંગાળી અખબાર પ્રથમ આલો અનુસાર, પૂર અને વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. ટેલિકોમ્યુનિકેશન બંધ થવાને કારણે વધુ માહિતી ઉપલબ્ધ નથી.
ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) સહિત વચગાળાની સરકારના કેટલાક નેતાઓ પણ આ પૂર માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યા છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, બાંગ્લાદેશના સૂચના અને પ્રસારણ મંત્રાલયના સલાહકાર નાહિદ ઇસ્લામે કહ્યું હતું કે, ભારતે ચેતવણી આપ્યા વિના પાણી છોડ્યું. આ અમાનવીય છે.
BNP પાર્ટીના સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ આરોપ લગાવ્યો કે ભારતે ત્રિપુરામાં ગોમતી નદી પર ડામ્બુર ડેમના દરવાજા જાણી જોઈને ખોલ્યા, જેના કારણે આટલું ગંભીર પૂર આવ્યું. તેમણે કહ્યું કે ભારતને બાંગ્લાદેશના લોકોની પરવા નથી.
નાહીદ ઇસ્લામ વચગાળાની સરકારમાં માહિતી સલાહકાર છે. હસીના સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનમાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી.
સોશિયલ મીડિયા પર પણ ભારત વિરોધી લહેર
સોશિયલ મીડિયા પર પણ મોટા પાયે ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આવી ઘણી પોસ્ટ વાઇરલ છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતે જાણી જોઈને બાંગ્લાદેશમાં પાણી છોડ્યું કારણ કે તે શેખ હસીનાની પીછેહઠથી નારાજ છે.
એક યુઝરે લખ્યું કે, જે લોકો ભારતને બાંગ્લાદેશનો મિત્ર કહે છે તે દેશના દુશ્મન છે. સત્ય એ છે કે ભારત અને પાકિસ્તાન બંને ક્યારેય બાંગ્લાદેશની પ્રગતિ જોવા માગતા નથી. ભારતના કારણે બાંગ્લાદેશ અત્યાર સુધીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે.
આ છે ત્રિપુરામાં ગોમતી જિલ્લાના અમરપુરમાં આવેલ ડામ્બુર ડેમ. ભારત પર આ ડેમના દરવાજા ખોલવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. (ફાઇલ ફોટો)
ભારતે કહ્યું- વધારે વરસાદને કારણે પૂર આવ્યું
સીએનએન અનુસાર, વચગાળાની સરકારમાં મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે કહ્યું કે, ભારતનું માનવું છે કે બાંગ્લાદેશમાં તેની રીતે પાણી આવ્યું છે. તેનું કારણ નદીમાં વધુ પડતું પાણી હતું.
ત્રિપુરાના ઊર્જા મંત્રી રતનલાલ નાથના જણાવ્યા અનુસાર, ડામ્બુર ડેમને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જ્યારે પાણી ચોક્કસ મર્યાદાથી વધી જાય ત્યારે તે પોતાને છોડવા લાગે છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ડેમનો એક પણ ગેટ ખોલવામાં આવ્યો નથી.
પ્રથમ આલો અનુસાર, 18 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશના ફ્લડ ફોરકાસ્ટિંગ એન્ડ વોર્નિંગ સેન્ટરે માત્ર એટલું જ કહ્યું હતું કે, નદીઓમાં પાણીનું સ્તર વધશે. ભારતના પૂરની આગાહી અને ચેતવણી કેન્દ્રે પણ આવી કોઈ માહિતી આપી નથી. પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશનો પૂર્વી ભાગ અચાનક પૂરથી તબાહ થઈ ગયો.
સીએનએન અનુસાર, ભારતે સ્વીકાર્યું છે કે વરસાદના કારણે ત્રિપુરામાં પાવર આઉટ થયો હતો, જેના કારણે કમ્યુનિકેશનમાં સમસ્યા આવી હતી.