લંડન4 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ભારતમાં અત્યાચાર ગુજાર્યાનો દાવો કરનારાઓને આંચકો
- શરણનો લાભ લેનાર મોટા ભાગના પંજાબના છે
ભારતના નામનો દુરુપયોગ કરીને ખાલિસ્તાની સમર્થકો હવે બ્રિટનમાં શરણ મેળવી શકશે નહીં. કારણ કે બ્રિટનની સુનક સરકારે ભારતને સેફ ( સુરક્ષિત) દેશોની યાદીમાં રાખવાનો નિર્ણય કર્યો છે. એક વખતે ભારત સેફ દેશ જાહેર થઇ ગયા બાદ ખાલિસ્તાનના ભારતીય સમર્થકો માટે બ્રિટનમાં શરણ લેવા માટે અરજી કરવાની બાબત સરળ રહેશે નહીં.
હકીકતમાં મોટી સંખ્યામાં ખાલિસ્તાની ગેરકાયદે રીતે બ્રિટનમાં આવી જાય છે, અને ત્યારબાદ ત્યાં એમ કહીને શરણ માગે છે કે ભારત તેમની વાપસી માટે સુરક્ષિત દેશ નથી. આના માટે આ લોકો ભારતમાં માનવ અધિકારોના ભંગના મામલા ઉઠાવતા રહે છે. કેટલાક મામલે જાણવા મળ્યું છે કે શરણ મેળવવા માટે તેઓ અરજીમાં પોતાની સામે દાખલ મામલાની ખોટી બાબતો પણ રજૂ કરે છે.કેટલાક લોકો દાવો કરે છે કે ખાલિસ્તાની રાજકીય વિચારોની સાથે જોડાયેલા હોવાના કારણે તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે અને ભારત પરત ફરવાની સ્થિતિમાં ભારત સરકાર તેમની ધરપકડ કરી લેશે અને જેલમાં નાંખી દેશે. બ્રિટનના ગૃહ મંત્રાલય ભારત ઉપરાંત જોર્જિયાને યાદીમાં મુકશે.
આ દેશોને સુરક્ષિત માનવાનો અર્થ એ થશે કે કોઇ વ્યક્તિ તેમાંથી ગેરકાયદે રીતે આવે છે તો અમે યુકે શરણ વ્યવસ્થામાં તેમના દાવાને સ્વીકાર કરશે નહીં. સેફ દેશોમાં માત્ર વિકસિત દેશ જ સામેલ છે. વિકસિત દેશો ઉપરાંત અલ્બાનિયા અને સ્વિટ્ઝર્લેન્ડ, ઇયુના દેશ સામેલ છે.
હાઈ કમિશન પર હુમલાની કાર્યવાહી માટે દબાણ
ભારતીય હાઇ કમીશન પર ખાલિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત સરકાર બ્રિટન પર ખાલિસ્તાનીઓની સામે કાર્યવાહી કરવા માટે દબાણ લાવી રહી હતી. સુનક સરકારે હાઉસ ઓફ કોમન્સમાં સેફ દેશોને લઇને મુસદ્દો રજૂ કર્યો છે. જેમાં ભારતના નામનો ઉલ્લેખ છે.
ખાલિસ્તાનીઓની 15 હજાર અરજી, 8 હજારને આશ્રય
ભારત સરકાર લાંબા સમયથી આ મુદ્દાને ઉઠાવતી રહી છે કે ખાલિસ્તાની સમર્થક બ્રિટના શરણના કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે. આમ કરનાર મોટા ભાગના લોકો પંજાબના છે. ખાલિસ્તાની આધાર પર 15700 લોકોએ અરજી કરી હતી. જે પૈકી 8700 લોકોની અરજીને સ્વીકાર કરી લેવામાં આવી છે.